હૈદરાબાદ: ટીમ ઈન્ડિયાના બોલર અર્શદીપ સિંહનો નો બોલ સાથેનો સંબંધ ખતમ નથી થઈ રહ્યો. ડાબોડી બોલર અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં પ્રથમ ત્રણ ઓવરમાં સારી બોલિંગ કરી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં અર્શદીપે નો બોલ ફેંક્યા વિના માત્ર 24 રન જ આપ્યા હતા. એટલા માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ અર્શદીપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ઇનિંગની સૌથી મુશ્કેલ 20મી ઓવર ફેંકવાની જવાબદારી સોંપી, પરંતુ અર્શદીપે કેપ્ટનનો ભરોસો તોડી નાખ્યો. તે જ સમયે, અર્શદીપના નસીબે પણ તેનો સાથ ન આપ્યો અને તેણે નો બોલથી ઓવરની શરૂઆત કરી.
શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યા: અર્શદીપ સિંહના આ વલણથી કેપ્ટન હાર્દિક પંડ્યા પણ નારાજ જોવા મળ્યો હતો. અર્શદીપે છેલ્લી ઓવરમાં કુલ 27 રન આપી દીધા અને ઘણા શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યા. જેના કારણે ન્યૂઝીલેન્ડને 176 રન બનાવવામાં ઘણી મદદ મળી હતી. તે જ સમયે, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી અને 21 રનથી મેચ હારી ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલર ઈનિંગની 20મી ઓવરમાં સૌથી વધુ રન આપનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડના મામલે અર્શદીપે પણ સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. 2012માં રૈનાએ દક્ષિણ આફ્રિકા સામે 20મી ઓવરમાં 26 રન આપ્યા હતા.