અમદાવાદઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. જો ભારત આજની મેચ જીતશે તો તે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 શ્રેણી જીતી લેશે. રાંચીમાં રમાયેલી પ્રથમ T20માં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પંડ્યાની ટીમે લખનૌમાં રમાયેલી બીજી મેચમાં 6 વિકેટે જીત મેળવીને શ્રેણીમાં બરાબરી કરી લીધી હતી.
3 મેચ ડ્રો રહી છે:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સરખી રહી છે .બંનેએ અત્યાર સુધી 25 ટી20 મેચ રમી છે. આમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ 11-11 મેચ જીતી છે. જ્યારે 3 મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 2012થી ભારતીય ધરતી પર કોઈપણ ફોર્મેટમાં કોઈ શ્રેણી જીતી નથી. જો ભારત આજે મેચ જીતશે તો તે સતત આઠમી શ્રેણી જીતશે.
પીચ રિપોર્ટ:અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ T20માં સારી બેટિંગ માટે જાણીતું છે. આમાં રમાયેલી છેલ્લી પાંચ મેચમાંથી ત્રણમાં 160થી વધુ સ્કોર થયા છે. અમદાવાદમાં હવામાન ચોખ્ખું રહેશે. આ મેદાન પર T20માં ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આમને-સામને થશે. ભારતે અહીં 6 મેચ રમી છે. જેમાંથી તેણે 4માં જીત મેળવી છે. અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 2 મેચમાં ભારતે જીત મેળવી છે.