રાયપુર:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ આજે રાયપુરમાં રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ભારતને 109 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શકી ન હતી અને 34.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું: ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. કેપ્ટન રોહિત શર્માની 51 રનની ઇનિંગ અને શુભમન ગિલના 40 રનની મદદથી ભારતે આ વિજય નોંધાવ્યો હતો. 3 મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે.
વિરાટ કોહલીની વિકેટ પડી: મેચ પુરી થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 11 રન બનાવીને મિશેલ સેન્ટનરથી આઉટ થયો છે. આ સાથે જ ભારતનો સ્કોર 98/2 થઈ ગયો છે.
રોહિત શર્માની વિકેટ પડી: ઝડપી પોતાની ફિફ્ટી પૂરી કરનાર રોહિત શર્માની વિકેટ પડી ગઈ છે. રોહિત શર્મા 51 રનના સ્કોર પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો, તેને હેનરી શિપલીએ આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર 79/1 થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 72ને પાર: ટીમ ઈન્ડિયા રાયપુર વનડેમાં સરળતાથી જીત તરફ આગળ વધી રહી છે. માત્ર 10 સ્કોરમાં ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના રન પર પહોંચી ગયો છે. કેપ્ટન રોહિત શર્મા 51, શુભમન ગિલ 20 રને રમિ રહ્યા છે. રોહિત શર્માએ અત્યાર સુધી 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે.
રોહિત-ગિલની શાનદાર શરૂઆત: ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ 7 ઓવર પૂરી થઈ ગઈ છે અને તેનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના 41 રન છે. કેપ્ટન રોહિત શર્મા 27 અને શુભમન ગિલ 14 રને રમિ રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ 80 રનની જરૂર છે.
ન્યૂઝીલેન્ડની ટીમ 108ના સ્કોર પર ઓલઆઉટ: ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહી. માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે ટીમ ઈન્ડિયાને આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડની હાલત અહીં ખૂબ જ ખરાબ હતી, ટોપ-5 બેટ્સમેનમાંથી કોઈ પણ ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ રન બનાવ્યા અને તેનો સ્કોર 36 રહ્યો.
ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ:ન્યુઝીલેન્ડની વિકેટ સતત પડતી રહી છે અને વોશિંગ્ટન સુંદરે વધુ એક સફળતા અપાવી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 105/9 થઈ ગયો છે, વોશિંગ્ટનને લોકી ફર્ગ્યુસન 33.1 બોલમાં કેચ આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમે કર્યુ કમબેક: 6 વિકેટ પડી ગયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે હવે કમબેક કર્યું છે. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનર વચ્ચે અત્યાર સુધી 42 રનની ભાગીદારી થઈ છે. છેલ્લી 11 ઓવરમાં કોઈ વિકેટ પડી નથી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 29 ઓવરમાં 103/6 થઈ ગયો છે.