ડબલિન:ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી T20 મેચ ધ વિલેજ ડબલિન ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ આજે સાંજે 7:30 કલાકથી શરુ થશે. વરસાદથી પ્રભાવિત પ્રથમ મેચમાં ભારતે ડકવર્થ લૂઈસ નિયમ અનુસાર 2 રનથી જીત મળી હતી. આ સાથે ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ છે. આવી પરિસ્થીતીમાં ટીમ ઈન્ડિયાની નજર આજની મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે. જો કે, પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આયર્લેન્ડના ટૉપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાંખ્યો હતો. પરંતું ત્યાર બાદ અન્ય બેટ્સમેનોએ ભારતીય બોલિંગ દરિયાન ખુબ રન ફટકાર્યા હતા.
હવામાન રિપોર્ટ: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં ક્રિકેટના ચાહકોને ભય છે કે, વરસાદ બીજી વખત મેચની મજા બગાડી શકે છે. ડબલિનના સ્થાનિક સમય પ્રમાણે મેચ બપોરે 3 કલાકે શુરુ થશે. ચાહકો માટે રાહતની વાત એ છે કે, બીજી T20માં હવામાન સાફ રહેવાની આશા છે. એક્યુવેધર અનુસાર, ડબલિનમાં બપોરે 3 કલાકથી 7 કલાક સુધી હવામાન ચોખ્ખુ રહેશે. વરસાદની આવવાની કોઈ શક્યતા નથી. આ સારી આગહી હોવા છતાં, આકશમાં વાદળછાયું રહેશે.
પીચ રિપોર્ટ: ભારત સામે આયર્લેન્ડ હેડ ટુ હેડ ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 T20 મેચ રમાઈ છે. ભારતની ટીમે આ બધી મેચ જીતી છે. રસપ્રદ વાદ એ છે કે, આયર્લેન્ડ T20 ઈન્ટરનેશનલમાં આજ સુધી ઈન્ડિયાને એક પણ મેચ હરાવી શક્યું નથી. માલાહાઈડ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પર ઝડપી બોલરો માટે પિચ રિપોર્ટ મદદરુપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં, જે પણ કેપ્ટન ટોસ જીતશે, તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણ લેશે. જેમ જેમ રમત આગળ વધતી જાય તેમ તેમ બેટિંગ માટે પિચ સરળ બનતી જાય છે.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ ખેલાડી: ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(WK), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અથવા અવેશ ખાન, જસપ્રિત બુમરાહ(કેપ્ટન) સામેલ છે. જયારે આયર્લેન્ડની વાત કરીએ તો, પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એન્ડ્રુ બાલ્બર્ની, લોર્કન ટકર(wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ, બેંન્જામિન વ્હાઈટ સામેલ છે.
- India vs Ireland: જસપ્રીત બુમરાહ 11 મહિના પછી મેચ રમશે, T-20 મેચમાં પહેલી વાર નેતૃત્વ કરશે
- Antim Panghal: અંતિમ પંઘાલે રચ્યો ઈતિહાસ, જીત્યો સતત બીજી વખત ગોલ્ડ મેડલ
- Ind Vs Ire 1st T20 : પ્રથમ T20માં ડકવર્થ લુઈસ નિયમ દ્વારા ભારતીય ટીમે આયર્લેન્ડને 2 રને હરાવ્યું