નવી દિલ્હીઃભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડની છેલ્લી મેચ આજે રમાશે.આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 2:30 વાગ્યે થશે. ભારતીય ટીમ એશિયા કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે, જ્યાં તેનો મુકાબલો શ્રીલંકા સામે થશે.
ભારતીય ટીમ બેન્ચ સ્ટ્રેન્થ ચકાસી શકે છેઃઆવી મેચમાં ભારતીય ટીમ પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસી શકે છે અને એવા ખેલાડીઓને તક આપી શકે છે જેમને હજુ સુધી રમવાની તક મળી નથી. પરંતુ આ વચ્ચે વરસાદ મોટો વિલન સાબિત થઈ શકે છે. તો આ મેચ પહેલા અમે તમને પ્રેમદાસા સ્ટેડિયમની પિચ અને વેધર રિપોર્ટ વિશે જણાવીએ.
પિચ રિપોર્ટ શું કહે છેઃજો કે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરોને મદદ કરતી રહી છે, પરંતુ આ એશિયા કપમાં બેટ્સમેનો પણ મોટો સ્કોર બનાવતા જોવા મળે છે. આ પીચ પર, નવો બોલ ઝડપી બોલરો માટે પણ મદદરૂપ છે, જ્યારે બોલ જૂનો થયા પછી સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ મેદાન પર ટોસ જીત્યા બાદ બંને ટીમના કેપ્ટન પહેલા બેટિંગ કરવા ઈચ્છશે. આ જ મેદાન પર પાકિસ્તાન સામે રમતા ભારતે પણ તેની છેલ્લી મેચમાં 356 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
કેવું રહેશે હવામાન:ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલો અનુસાર, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 2:30 થી 4 વાગ્યા સુધી તોફાન સાથે ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર મેચ દરમિયાન મેદાન વાદળછાયું રહેવાની ધારણા છે. આ મેચમાં વરસાદની 88 ટકા શક્યતા છે. જેના કારણે મેચમાં ઓવરોમાં ઘટાડો પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ
- Asia Cup 2023: શ્રીલંકા પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી ફાઇનલમાં, રવિવારે ભારત સામે ફાઈનલ રમશે
- HBD Suryakumar Yadav: ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી ગણાતા, સૂર્યકુમાર યાદવનો આજે જન્મદિવસ