અમદાવાદ:ICC ODI વર્લ્ડ કપ ફાઇનલમાં કાઉન્ટડાઉન ચરમસીમાએ પહોંચી ગયું છે, ખાસ કરીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ મુશ્કેલ પડકાર બની ગયો છે.
હોટલમાં રાત્રિ રોકાણ થયું મોંઘું: ભારતે ફાઇનલમાં સ્થાન મેળવ્યું તેમ તેમ અમદાવાદમાં હોટલના ભાવ આસમાને પહોંચી જતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. જો કે, ચાહકોને આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવાના તેમના પ્રયત્નોમાં અણધાર્યા અવરોધોનો સામનો કરવો પડે છે. બેઝિક એકોમોડેશન હવે 10,000 રૂપિયા પ્રતિ રાત્રિમાં ઉપલબ્ધ છે, જ્યારે શહેરની લક્ઝરી હોટેલો એક રાત્રિ રોકાણ માટે લગભગ 1 લાખ રૂપિયા વસૂલે છે.
ફ્લાઇટના ભાડા વધ્યા:ચાહકોને ફ્લાઇટના વધતા ખર્ચ અને હોટેલના અતિશય ટેરિફનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટના ભાવમાં પણ વધારો થયો છે, અમદાવાદની રાઉન્ડ-ટ્રીપ ટિકિટમાં 200-300 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફાઈનલની પૂર્વ સંધ્યાએ દિલ્હીથી ફ્લાઇટની કિંમત હવે 15,000 રૂપિયા છે.