મળતી માહિતી મુજબ, ગતરોજ પ્રથમ વન ડે મેચમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જેના પગલે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો. મેચ દરમિયાન કાળા રંગના કપડા પહેરવા પર બેન હતો. તેમ છતા પણ દર્શકોએ વિરોધ પ્રદર્શિત કરવા કાળા રંગની ટી શર્ટ પર નજરે આવ્યા હતાં.
પ્રથમ વન ડેઃ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં CAA-NCR મુદ્દે વિરોધ પ્રદર્શન - ODI match
મુંબઇ: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મુંબઇંમાં પ્રથમ વન ડે મેચ રમાઇ હતી. જેમાં ભારતની શર્મજનક હાર તો થઇ હતી, પણ તેમાં દર્શકો હાઇલાઇટ્સ થયા હતા. જેમાં દર્શકોએ CAA અને NRC કાયદાનો વિરોધ કર્યો હતો.

પ્રથમ વન ડે મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં થયુ વિરોધ પ્રદર્શન
આ સ્ટેડિયમાં કેટલાક સ્ટેન્ડ્સ પર દર્શકો પોતાના ટી શર્ટ પર લખેલા અક્ષરોમાં CAA અને NRCનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, આ પ્રદર્શન મેદાનમાં પ્રથમ વાર થતુ જોવા મળ્યું હતું.