- ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 180 રનનો લક્ષાંકન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ લીધી હતી.
- પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરના અંતે પાંચ વિકેટના 179 રન બનાવ્યા
- લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી.
- 89 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ 27 રને આઉટ થયો છે.
- રાહુલે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા છે.
- રોહિત શર્માની તોફાની બેટિંગ, ફિફ્ટી ફટકારી, લોકેશ રાહુલ 27 રને આઉટ
- પ્રથમ બેટિંગ કરતા 9 ઓવરના અંતે ભારતે એક વિકેટે 89 રન બનાવી લીધા
- 89 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ 27 રને આઉટ થયો
- રાહુલે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા
- 200ની સ્ટ્રાઈક રેટ સાથે રોહિત શર્માની ફિફ્ટી
- આજની મેચમાં રોહિત શર્મા આક્રમક મૂડમાં જોવા મળ્યો,
- 23 બોલમાં ફિફ્ટી પુરી કરી પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ
હેમિલ્ટન: ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાની નજર હવે ન્યૂઝીલેન્ડમાં સીરિઝ જીતવા પર હશે. જ્યાં ટીમ આજે ત્રીજી T-20 મેચમાં જીત મેળવી કીવી સામે સીરીઝ કબ્જે કરવા ટીમ મેદાન પર ઉતરશે.
ભારતે ઇડન પાર્ક ખાતે રમાઇ રહેલી બીજી T-20માં કીવીને 7 વિકેટથી હરાવ્યું હતું. આ પહેલા કીવીએ પ્રથમ બેટિંગ કરતા 203 રનનો પહાડ ઉભો કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ આ પહાડને 7 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
ભારતના કીવી પ્રવાસની જો વાત કરવામાં આવે તો રાહુલની બેટિંગે કેપ્ટન અને ફેન્સને પ્રભાવિત કર્યા છે. જ્યારે આ સાથે કેપ્ટન કોહલી અને રોહિત શર્માએ પણ પોતાની લય જાળવી રાખી છે. જો કીવી ટીમની વાત કરવામાં આવે તો T-20માં કીવી ટીમ પણ સારો સ્કોર કરવામાં સક્ષમ રહી છે, પરંતુ જીત મેળવી શકતી નથી. આ સાથે કેપ્ટન વિલિયમ્સનને આશા છે કે ટીમ આજની નિર્ણાયક મેચમાં તમામ પાસા સાથે સારૂ પ્રદર્શન કરવા મેદાન પર ઉતરશે.