વેલિંગ્ટન: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં દસ વિકેટથી મળેલા પરાજય બાદ કહ્યુ કે, ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે મોકલ્યું હતું. ભારતીય ટીમ પહેલી પ્રથમ દાવમાં 165 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેનું પ્રદર્શન આખરે નિર્ણાયક સાબિત થયું હતું.
તો આવી રીતે 10 વિકેટથી હારી ટીમ ઇન્ડિયા, કોહલીએ આપ્યું આ કારણ... - India vs New Zealand: List of records broken in 1st Test
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પરાજય બાદ કહ્યું કે, અમારી પ્રથમ ઇનિંગ્સમાં 220-230 રન કર્યાં હોત તો પણ પરિસ્થિતિ કંઇક અલગ હોત. અમે બોલિંગમાં સારી રમત રમી, પરંતુ પ્રથમ ઇનિંગ્સના નબળા પ્રદર્શનને કારણે અમે પાછળ રહી ગયાં.
આ ઉપરાંત કોહલીએ કહ્યું કે, ટોસ અમારા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. જો અમે પ્રથમ દાવમાં 220-230 રન કર્યા હોત તો પરિસ્થિતિ કંઇક અલગ હોત. અમે મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં બહુ પાછળ પડી ગયાં હતાં. અમે બોલિંગમાં સારી રમત રમી હતી, પરંતુ પ્રથમ ઇનિંગ્સના નબળા પ્રદર્શનને કારણે અમે પાછળ રહી ગયાં. અમે 100થી વધુ રનની લીડ આપવા માગતા નહોતા, જો કે, કિવિઝની છેલ્લી ત્રણ વિકેટે 120 રન કરીને અમને મેચની બહાર કરી દીધા હતાં.
કોહલીએ કહ્યું કે, પૃથ્વી શો જેવા યુવા ખેલાડીઓની બેટિંગ અંગે તમે વધુ કહી શકો નહીં. તે વિદેશમાં માત્ર 2 ટેસ્ટ રમ્યો છે. તેમજ અહીં રન કેમ કરી શકાય છે તે શીખી જશે. મયંક અગ્રવાલે સારી બેટિંગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, તમે બેટિંગ કરવા આવો ત્યારે એવું ન વિચારી શકો કે, મારે દર વખતે રન કરવાના છે. તમારે યોગદાન આપવું છે, પરંતુ જો તેમ ન થાય તો પોતે પોતાની વધુ પડતી ટીકા કરવાની જરૂર નથી. હું આગામી ટેસ્ટમાં ટીમ માટે વિનિંગ યોગદાન આપવા પ્રયત્ન કરીશ. તે સાથે જ હું શું કરું છું તે મહત્ત્વનું નથી. જો ટીમ જીતે તો 40 રન પણ ઘણા છે. જો ટીમ હારે તો સેન્ચુરી પણ નકામી છે. હું આ માઈન્ડસેટ સાથે જ આગળ વધીશ.