ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs AUS : ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી ભારતે 2-1થી શ્રેણી જીતી, રોહિત શર્માના 119 અને કેપ્ટન કોહલીના 89 રન - ઓસ્ટ્રેલિયા

બેંગલુરૂ: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામેની ત્રીજી વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કેન રિચાર્ડસનની જગ્યાએ જોશ હેઝલવુડને સ્થાન આપ્યું છે. જ્યારે ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Cricket
ટીમ ઈન્ડિયા

By

Published : Jan 19, 2020, 9:25 AM IST

Updated : Jan 19, 2020, 10:44 PM IST

  • રોહિત શર્માએ તેની કારકિર્દીની 29મી અને ઓસ્ટ્રેલિયા સામે આઠમી સદી ફટકારી
  • ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા હતા, સ્મિથે 131 રન અને લાબુશેને 54 રન કર્યા
  • મોહમ્મદ શમીએ 4, જાડેજાએ 2, જ્યારે કુલદીપ અને સૈનીએ 1-1 વિકેટ ઝડપી
    રોહિત શર્મા અને વિરાટ કોહલી

બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે કાંગારૂઓને 7 વિકેટે પરાજય આપ્યો છે. 287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ મેળવ્યો હતો. રોહિત શર્માએ તેની કારકિર્દીની 29મી સદી ફટકારતા 128 બોલમાં 8 બાઉન્ડ્રી અને 6 સિક્સરની મદદથી 119 રન કર્યા. જ્યારે વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 57મી અડધી સદી ફટકારી હતી. કોહલીએ 91 બોલમાં 8 બાઉન્ડ્રીની મદદથી 89 રન કર્યા હતા.

સ્ટમ્પ આઉટ કરતો કે એલ રાહુુલ
Last Updated : Jan 19, 2020, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details