રાઘવેન્દ્રનો એક બોલ ધોનીના હાથ ભાગે લાગ્યો હતો. જેથી ધોનીને થોડોક દુખાવો થયો અને પછી સાવચેતી રાખી બેટીંગ ન કરી. આ ઈજા કેટલી ગંભીર છે એ જાણી શકાયું નથી. જેથી હાલ ધોનીનું પ્રથમ વનડેમાં રમવું સંદેહ છે, જેની કોઈ અધિકારીક પુષ્ટિ થઈ શકી નથી. મેચ રમવા અંગેનો આખરી ફેસલો સાજ સુધીમાં લેવાય તેવી શક્યતા છે.
ઑસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ભારતને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને હાથ પર ઈજા
સ્પોટર્સ ડેક્સઃ ઑસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝની શુરુ થયા પહેલા ભારતના દિગ્ગજ વિકેટકીપર અને બેસ્ટમેન એમ.એસ. ધોની ઈજાગસ્ત થયો છે. નેટ્સ પેક્ટિંસ દરમિયાન શનિવારે ડાબા હાથમાં ઈજા પહોંચી છે. ધોની સહયોગી ખેલાડી રાઘવેન્દ્ર પાસેથી થ્રો ડાઉન લઈ રહ્યો હતો, ત્યારે તેને ઈજા પહોંચી હતી.
ફાઈલ ફોટો
જો ધોની મેચમાં નહીં રમી શકે તો ઋષભ પંતને વિકેટકીપિંગ માટે ટીમમાં લેવામાં આવશે. જો ધોની સમય રહેતા ફીટ થઈ શકતો નથી તો પંત એક જ વિકલ્પ રહેશે. જો ટીમ મેનેજમેન્ટ બધા બેસ્ટમેનને પારખવામાં આવે તો લોકેશ રાહુલ અને અંબાતી રાયુડૂ બન્ને છેલ્લા અગિયાર ખેલાડીમાં રમી શકે છે.