નવી દિલ્હી:બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 ટૂર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ઈન્ડિયા માત્ર 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો આ ચોથો સૌથી નાનો સ્કોર છે.
ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ તૂટ્યો:ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર 104 રન રહ્યો છે. વર્ષ 2004 માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 104 રન બનાવ્યા હતા જે સૌથી ઓછા રન છે. આ પહેલા ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષમાં 109થી ઓછા રનના સ્કોર પર આઉટ થઇ ગઈ હતી. ભારતમાં ઓસ્ટ્રેલિયા ટીમની આ 53મી ટેસ્ટ મેચ છે.
ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર: હવે ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટીમ ઈન્ડિયાનો ચોથો સૌથી ઓછો સ્કોર છે. આ પછી વર્ષ 2017માં પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મેચની એક ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 107 રન બનાવ્યા હતા.