- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં (Women's T20 International Match) ભારત 18 રનથી હાર્યું
- ભારત અને ઈંગ્લેન્ડ (India-England) વચ્ચે શુક્રવારે રાત્રે નોર્થમ્પટનમાં પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી
- ઈંગ્લેન્ડે પહેલી બેટિંગ કરીને 7 વિકેટ પર 177 રન બનાવ્યા હતા, જ્યારે ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું
ન્યૂઝ ડેસ્કઃ ઈંગ્લેન્ડે પહેલી બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવી ભારતને 178 ડીએલ નિયમ (Duckworth Lewis Rule) અંતર્ગત ફરી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો હતો અને ભારત સામે 8.4 ઓવરમાં 73 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 54 રન જ બનાવ્યા હતા અને 18 રનથી મેચ હારી ગયું હતું. ત્રણ ટી20 મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ હવે 1-0ના વધારા સાથે આગળ છે. જોકે, હવે બીજી ટી-20 11 જુલાઈએ હોવમાં રમાશે. ટી-20 સિરીઝ (T-20 series)ની આ પહેલી મેચમાં ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમે (England women's cricket team) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી તેમની ઓપનર્સ ટેમી બ્યૂમોન્ટ (18) અને ડેની વાયટે (31) 56 રનની ભાગીદારી કરી હતી. ભારતને પહેલી સફળતા આઠમી ઓવરમાં રાધા યાદવે વાયટને આઉટ કરીને મળી હતી, પરંતુ ત્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમની સારી શરૂઆત થઈ ચૂકી હતી.
આ પણ વાંચો-Eng-Pak One Day Match: કાર્ડિફમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડની કેપ્ટન હિથર નાઈટ 6 રન બનાવીને આઉટ થઈ