- ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય
- બીજી ઇનિંગમાં 278 રનમાં ઢેર થયાં ભારતીય ધુરંધરો
- પૂજારાએ બનાવ્યાં સૌથી વધુ 91 રન, રહાણે ફરી નિષ્ફળ
- રૉબિન્સને ઝડપી 5 વિકેટ
લીડ્સ:ઇંગ્લેન્ડે ભારતને અહીં હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે શનિવારના ઇનિંગ અને 76 રને હરાવી દીધું છે. આ સાથે ઇંગ્લેન્ડે 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1-1થી સરભર કરી લીધી છે.
રૉબિન્સન સામે ભારતીય ધૂરંધરોએ હથિયાર હેઠાં મૂક્યા
ભારતની પહેલી ઇનિંગ 78 રન પર સમેટાઈ ગઈ હતી, જ્યારે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 278 રને ઢેર થઈ ગઈ અને તેણે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 189 બૉલ પર 15 ચોગ્ગાની મદદથી સર્વાધિક 91 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી રૉબિન્સને 5 વિકેટ ઝડપી અને ક્રેગ ઑવરટોને ત્રણ વિકેટ પોતાના નામે કરી, જ્યારે જેમ્સ એન્ડરસન અને અને મોઇન અલીને એક-એક વિકેટ મળી.
કોહલી અને પૂજારા ચોથા દિવસે ન બતાવી શક્યાં કમાલ