ડોમિનિકાઃભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિન્ડસર પાર્ક ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 141 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજા દિવસે જ મેચ જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા નથી.
વેસ્ટ ઈન્ડિઝ બીજા દાવમાં 130 રનમાં ઓલઆઉટ: આ પછી ભારતે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહેલા કેપ્ટન રોહિત શર્મા (103 રન) અને યશસ્વી જયસ્વાલ (171 રન)ની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે 5 વિકેટ ગુમાવીને 421 રનના સ્કોર પર તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ મેચના ત્રીજા દિવસે 130 રનમાં સમેટાઈ ગયો હતો અને તેણે એક દાવ અને 141 રનથી જીત મેળવી હતી. ભારત માટે અશ્વિન અને જયસ્વાલ મેચના હીરો રહ્યા હતા.
રવિચંદ્રન અશ્વિનની ઘાતક બોલિંગ:રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023 માટે પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ WTC ફાઇનલ 2023 પછીની પ્રથમ ટેસ્ટમાં ઘાતક બોલિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રથમ દાવમાં 5 અને બીજા દાવમાં 7 વિકેટ ઝડપી હતી. અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કુલ 12 વિકેટ લીધી હતી.
જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ: યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં ડેબ્યુ ટેસ્ટ સદી ફટકારી હતી, શાનદાર સદી ફટકારતા જયસ્વાલ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17મો ભારતીય બેટ્સમેન બન્યો. આ સિવાય તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જયસ્વાલે 387 બોલનો સામનો કર્યો અને 171 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
- Virat Kohli News Record : ટેસ્ટ ક્રિકેટમાં કિંગ કોહલીની અભૂતપૂર્વ સિદ્ધિ, વિરેન્દ્ર સેહવાગનો આ રેકોર્ડ તોડ્યો
- Yashasvi Jaiswal Record : યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, એકસાથે 6 રેકોર્ડ પોતાના નામે કર્યા