તરુબા (ત્રિનિદાદ): ભારતે પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી (India beat West Indies) હરાવ્યું. આ મેચમાં ટીમની જીતનો હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યો, જેણે 64 રનની જબરદસ્ત ઇનિંગ રમી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 20 ઓવર રમીને માત્ર 122 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે ટીમ ઈન્ડિયાએ 68 રનથી મેચ જીતી લીધી (Rohit Sharma) હતી અને પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ
કેપ્ટન નિકોલસ પૂરને 18 રન બનાવ્યા:191 રનનો પીછો કરવા (Rohit played a brilliant inningndia tour of West Indies) ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે શરૂઆતથી જ પોતાની વિકેટો ગુમાવવી શરૂ કરી દીધી હતી. અર્શદીપ સિંહે પહેલા કાયલ માયર્સને વોક કર્યો, તેના (india tour of West Indies) પછી જેસન હોલ્ડર પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો, પરંતુ રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈની જોડી વેસ્ટ ઈન્ડિઝ માટે દુઃસ્વપ્ન બનીને આવી. બંને સ્પિનરોએ કુલ ચાર વિકેટ ઝડપી, અશ્વિને તેની 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા અને 2 વિકેટ લીધી. જ્યારે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 26 રન આપીને માત્ર બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એસ. બ્રુક્સે 20, કેપ્ટન નિકોલસ પૂરને 18 રન બનાવ્યા હતા.