પોર્ટ ઓફ સ્પેન:ભારતે બુધવારે વરસાદગ્રસ્ત ત્રીજી અને અંતિમ વનડેમાં ડકવર્થ-લુઈસ નિયમ (IND vs WI ODI Series) હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવી સિરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. શુબમન ગિલ વરસાદને કારણે માત્ર બે રનથી તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદીથી વંચિત (ODI Series) રહી ગયો હતો પરંતુ તેના અણનમ 98 રન અને પછી (India win the match and series also) બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતનો શાનદાર વિજય થયો હતો.
આ પણ વાંચો:વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન: ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમો જીતી શકે છે મેડલ...
વરસાદના કારણે મેચ રોકી:ભારતની ઈનિંગની 24 ઓવર પૂરી થયા બાદ વરસાદના (India win the match and series also) કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને મેચને 40 ઓવરની કરી દેવામાં આવી હતી. બીજી વખત, ભારતીય દાવની 36 ઓવર પૂર્ણ થયા પછી, વરસાદ આવ્યો અને મુલાકાતી ટીમનો દાવ અહીં ત્રણ વિકેટે 225 રનના સ્કોર પર સમાપ્ત થયો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ 35 ઓવરમાં 257 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ગિલે 98 બોલમાં બે છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી અણનમ 98 રનની ઇનિંગ રમી હતી. તેણે કેપ્ટન શિખર ધવન (58) સાથે પ્રથમ વિકેટ માટે 113 અને શ્રેયસ અય્યર (44) સાથે બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો:Commonwealth Games 2022: ઓપનિંગ સેરેમનીમાં સિંધુ બનશે ભારતની ધ્વજ ધારક, કહ્યું- મારા માટે સન્માનની વાત
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ:વેસ્ટ ઈન્ડિઝે તેની છેલ્લી પાંચ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાંથી ચાર 0-3થી ગુમાવી છે. આ દરમિયાન ભારતે બે વખત જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે એક-એક વખત તેનો સફાયો કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બીજી ઓવરમાં જ કાયલ માયર્સ (00) અને શેમર બ્રૂક્સ (00)ની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે ટીમના રનનું ખાતું પણ ખુલ્યું ન હતું. સિરાજે પોતાના પહેલા જ બોલ પર માયર્સને બોલ્ડ કર્યા બાદ ત્રીજા બોલ પર બ્રુક્સને એલબીડબલ્યુ ફટકાર્યો હતો.