ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs SL: ભારતનો 7 વિકેટથી વિજય, સીરિઝમાં 1-0ની લીડ - ઇન્ડિયા ટૉસ

મેચ પહેલા થયેલા ટૉસ માટે ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને પ્રથમ મેદાનમાં ઉતર્યા તો બીજી બાજુ દાસુન શનાકા શ્રીલંકા ટીમનું નેતૃત્વ કરવા ઉતર્યા હતા.યુઝવેન્દ્ર ચહલે અવિષ્કા ફર્નાન્ડોને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કર્યો હતો. એણે 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. અવિષ્કાએ મિનોદ સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. 207 રન પર શ્રીલંકા ટીમની સાત વિકેટ પડી ગઇ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 3વનડે-ટી-20 રમાઈ રહી છે મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3વનડે-ટી-20 રમાઈ રહી છે મેચ

By

Published : Jul 18, 2021, 4:15 PM IST

Updated : Jul 18, 2021, 10:35 PM IST

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચની સીરીઝ રમાઈ રહી છે

કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે

બન્ને ટિમ મેચમાં ભાગ લેવા સ્ટેડિયમમાં હાજર છે

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચની સીરીઝ રમાઈ રહી છે, જેની પ્રથમ વનડેની મેચ માટે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બન્ને ટીમો હાજર છે.બન્ને ઓપનરો દ્વારા તાબડતોડ શરૂઆત મળ્યા બાદ ટીમ શ્રીલંકા 50 રનને પાર કરી લીધા છે. 12 ઓવરના અંતે ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 61 રને પહોંચ્યો છે. મિનોદ ભાનુકા 16 રન અને રાજપક્ષા 8 રન કરીને ક્રિઝ પર છે.

ધવનની કેપ્ટન ઈનિંગથી ભારતે શ્રીલંકાને કચડ્યું

શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.

ધવનની કેપ્ટન ઈનિંગથી ભારતે શ્રીલંકાને કચડ્યું

શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.

ધવનની ફિફ્ટી

ભારતીય ટીમનો સ્કોર 28 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 200 રન છે. કેપ્ટન શિખર ધવન 59 અને મનીષ પાંડે 25 રને રમતમાં છે.

ભારતને બીજો ફટકો

ભારતીય ટીમનો સ્કોર 19 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 146 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશન 59 રન બનાવીને આઉટ થો હતો. ધવન 31 અને મનીષ પાંડે 0 રને રમતમાં છે.

ઈશાન કિશનની ડેબ્યૂ વન ડેમાં ફિફટી

ભારતીય ટીમનો સ્કોર 17 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 140 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશને ફિફ્ટી મારીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ધવન 25 અને કિશન 59 રને રમતમાં છે.

ઈશાન કિશને સિક્સ સાથે ખાતું ખોલાવ્યું

ભારતીય ટીમનો સ્કોર 9 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 89 રન છે. પ્રથમ વન ડે રમી રહેલા ઈશાન કિશને સિક્સ સાથે ખાતું ખોલાવ્યું હતું. ધવન 12 અને કિશન 23 રને રમતમાં છે.

શ્રીલંકાનો સ્કૉર 200 રનને પાર

44 ઓવર બાદ શ્રીલંકન ટીમ 200 રનને પાર પહોંચી ગઇ છે. 7 વિકેટના નુકશાને ટીમે 207 રન કર્યા છે. કરુણારત્ને 10 રન અને ઇસુરુ ઉદાના 0 રન બનાવી ક્રિઝ પર છે. ભારતીય બૉલરોએ ટીમ ઇન્ડિયાને મેચમાં વાપસી કરાવી છે. ચાહર-ચહલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટો ઝડપીને ભારતને મદદ કરી છે.


શ્રીલંકાની ચોથી વિકેટ પડી

ભારતીય સ્પીનર કૃણાલ પંડ્યાએ ભારતને ચોથી સફળતા અપાવી છે. કૃણાલે ધનંજય ડિ સિલ્વાને 14 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલી દીધો છે. 25 ઓવરના અંતે ટીમનો સ્કૉર 4 વિકેટે 117 રન છે. અસલન્કા 13 રન અને કેપ્ટન શનાકા 0 રને ક્રિઝ પર છે.


મેચ પહેલા થયેલા ટૉસ માટે બન્ને ટીમના સભ્ય મેદાનમાં આવ્યા

મેચ પહેલા થયેલા ટૉસ માટે ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવન મેદાનમાં આવ્યા તો બીજી બાજુ દાસુંન શનાકા શ્રીલંકા ટીમનું નેતૃત્વ કરવા ઉતર્યા હતા. ટૉસ દરમિયાન શ્રીલંકાઇ કેપ્ટને બાજી મારતા પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ડ્યૂ ફેક્ટર આ ગેમનો ભાગ છે

શિખર ધવને કહ્યું, ‘અમે પ્રથમ બેટિંગ કરવાનું વિચારતા હતા કારણ કે ડ્યૂ ફેક્ટર આ ગેમનો ભાગ છે. પૃથ્વી શો ઑપનિંગ કરશે. ઈશાન કિશન અને સૂર્યકુમાર યદાવનો ડેબ્યુ થશે. કુલદીપ અને ચહલ અમારા સ્પિનર હશે.’

અમે પ્રથમ બેટિંગ કરવા માગીએ છે: શનાકા

શનાકાએ કહ્યું, ‘અમે પ્રથમ બેટિંગ કરવા માગીએ છે. આ ગ્રાઉન્ડનો ઈતિહાસ પણ એજ કહે છે. અમારી ટીમમાં આજે ભાનુકાનો ડેબ્યુ થશે.’

મેચ કોલંબોના આર.પ્રેમદાસમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચની સીરીઝ રમવામાં આવશે અને આ બધી સીમિત ઓવરો માટે મેચ કોલંબોના આર. પ્રેમદાસામાં રમાશે.

ટિમો:

ભારત: શિખર ધવન (c), પૃથ્વી શૉ, ઈશાન કિશન (w), મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, દિપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યૂજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ

શ્રીલંકા: અવિષ્કા ફર્નાડો, મિનોડ ભાનુકા (w), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુંન શનાકા(c), ચમિકા કરુણારતને, ઇસુરું ઉદાના, દુશ્મથા ચમીરાં, લક્ષમણ સંદાકન

Last Updated : Jul 18, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details