કેપટાઉનઃભારત અને દક્ષિણ આફ્રિકા (IND VS SA Third Test Match) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો (Captown Third Test) ત્રીજો દિવસ ચાલુ છે. ભારતનો બીજો દાવ 198 રનમાં સમેટાઈ ગયો હતો, જ્યારે રિષભ પંતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અણનમ 100 રન બનાવી શાનદાર સદી ફટકારી હતી. ભારતને પ્રથમ દાવના આધારે 13 રનની લીડ મળી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાને 212 રનનો ટાર્ગેટ મળ્યો છે.
પંત ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટ કીપર બેટ્સમેન
પંતે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી છે અને દક્ષિણ આફ્રિકા સામે આ તેની પ્રથમ સદી છે, SENA દેશોમાં ત્રીજી સદી છે, આ સાથે પંત દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટ કીપર બેટ્સમેન (First Asian wicket-keeper batsman) બની ગયો છે.