કેપટાઉનઃભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે, જેમા ભારતે 38 ઓવરમાં 3 વિકેટ ગુમાવિને 99 રન કર્યા છે. જેમા રાહુલે 12, મયંક 15 અને પુજારા 43 રન બનાવીને આઉટ થયા હતા.
કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
ટોસ જીતીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો ફેસલો લિધો હતો અને જણાવ્યું હતું કે, હું હવે એકદમ ફિટ છું જેથી વિહારીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સિરાઝને ઈજા થવાના કારણે તેના સ્થાન પર ઉમેશને બોલર તરીકે લેવામાં આવ્યો છે.
ભારતીય ટીમ
કે.એલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા ટીમ
ડીન એલ્ગર (કેપ્ટન), એઇડન માર્કરામ, કીગન પીટરસન, રસી વાન ડેર ડુસેન, ટેમ્બા બાવુમા, કાયલ વેરેન (વિકેટ કિપર), માર્કો જેન્સન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ડુઆન ઓલિવિયર, લુંગી એનગીડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :HAPPY BIRTHDAY RAHUL DRAVID : આજે રાહુલ દ્રવિડ જન્મદિવસ, જાણો કેવું રહ્યું 'ધ વોલ' ટેસ્ટ કરિયર
આ પણ વાંચો :Ind Vs Sa Test Series: ભારતીય ટીમ સિરીઝ જીતવા માટે ઉતરશે મેદાને, ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરી શરૂ