- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ
- ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી
- ભારતે શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને તક આપી
ન્યૂઝ ડેસ્ક: એકવાર ફરી લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચ લૉર્ડ્સમાં રમાઈ હતી, તો હવે મેદાન ઓવલ છે. ઇંગ્લેન્ડે ટૉસ જીત્યો છે અને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગમાં આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતે 28 રનના સ્કોર પર તેના બંને ઑપનર રોહિત શર્મા (11 રન) અને કે.એલ. રાહુલ (17 રન)ની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા પણ 4 રન બનાવીને એન્ડરસનનો શિકાર બન્યો. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન, રૉબિન્સન અને વૉક્સે 1-1 વિકેટ ઝડપી છે. ભારત તરફથી વિરાટ કોહલી (22 રન) અને રવિન્દ્ર જાડેજા (6 રન) રમતમાં છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ભારતનો સ્કોર પહેલી ઇનિંગમાં 3 વિકેટે 64 રન છે.
સીરીઝ 1-1ની બરાબરી પર
ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝમાં 1-1ની બરાબરી પર છે અને આ મેચ દરેક સ્થિતિમાં જીતવા ઇચ્છશે. ટૉસ જીતવાની વાત કરીએ તો અત્યાર સુધી ટોસ જીતનારો કેપ્ટન આ સીરીઝમાં મેચ જીતી શક્યો નથી. લૉર્ડ્સમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને બૉલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય ઑપનિંગ જોડીએ શતકીય ભાગેદારી કરી અને છેલ્લા દિવસે આ મેચ ભારત 151 રનથી જીતવામાં સફળ રહ્યું.
હેડિંગ્લેમાં ભારત ઇનિંગ અને 76 રને હાર્યું