- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ
- ક્રિકેટના મક્કા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે આ મેચ
- વરસાદના કારણે ટોસ 20 મિનિટ મોડો, ઈંગ્લેન્ડે જીત્યો ટોસ
ન્યુઝ ડેસ્ક:ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે (India vs England) 5 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ (2nd test) આજથી રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ક્રિકેટના મક્કા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. મેચમાં ટોસ થઈ ગયો છે. જોકે વરસાદના કારણે ટોસ 20 મિનિટ મોડો થયો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આનો અર્થ એ થયો કે ભારતની ટીમ પહેલા બેટિંગ કરવા જઈ રહી છે.
ટીમ ઇન્ડિયાએ પણ લોર્ડ્સ પર નોટિંગહામ જેવી જ ગેમ રમી
ટીમ ઇન્ડિયાએ પણ લોર્ડ્સ પર નોટિંગહામ જેવી જ ગેમ રમી છે. એટલે કે, અહીં પણ તેણે 4 ઝડપી બોલરો સાથે ઉતરવાનું મન બનાવી લીધું છે. નોટિંગહામમાં ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ ભારતના 4 ફાસ્ટ બોલરોએ શેર કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રો રહી હતી. નોટિંગહામ ટેસ્ટમાં ભારતે છેલ્લા દિવસે જીતવા માટે 157 રન બનાવવાના હતા. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન વરસાદના કારણે એક પણ ઓવર મેચ રમી શકી ન હતી.
શાર્દુલની જગ્યાએ ઈશાંત શર્મા માટે તક