- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વોર્મ અપ મેચ
- ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ બોલિંગ કરવા માટે પડકાર ફેંક્યો
- આર આર અશ્વિને સતત બે બોલમાં વોર્નર-માર્શને આઉટ કરીને ભારતને બેવડી સફળતા અપાવી
ટી 20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વોર્મ અપ મેચ રમાઈ રહી છે. જ્યાં એરોન ફિંચે ટોસ જીતીને ભારતને પ્રથમ બોલિંગ કરવા માટે પડકાર ફેંક્યો હતો. ત્રીજી ઓવર સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 11 રન છે. સ્ટેન સ્મિથ અને ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે. બીજી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર આર અશ્વિને ડેવિડ વોર્નર (1) અને મિશેલ માર્શ (0) ને આઉટ કરીને ભારતને બેવડી સફળતા અપાવી છે.
અમને આ મેચમાં છઠ્ઠો બોલિંગ વિકલ્પ મળશે : રોહિત શર્મા
આજે મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટોસ બાદ રોહિત શર્માએ કહ્યું - અમને આ મેચમાં છઠ્ઠો બોલિંગ વિકલ્પ મળશે. અમે બેટિંગ ક્રમમાં વિકલ્પો પણ શોધીશું. તમામ પ્રયોગો આજે કરવામાં આવશે. હાર્દિક પંડ્યાએ હજુ સુધી બોલિંગ કરી નથી, પરંતુ તેણે ટુર્નામેન્ટ માટે તૈયાર રહેવું જોઈએ. અમારી પાસે શ્રેષ્ઠ પાંચ બોલરો છે પરંતુ છઠ્ઠો વિકલ્પ પણ જરૂરી છે. 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મહાન મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે પોતાની તૈયારીઓ ચકાસવાની આ છેલ્લી તક છે. કોહલી એન્ડ કંપનીએ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.
આ પણ વાંચો:AUS vs IND: ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી, સીરિઝ 1-1થી બરાબર