કેપટાઉન:ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપમાં ત્રીજી વખત સેમિફાઈનલમાં પહોંચી છે. ભારત આજે ન્યૂલેન્ડ્સના મેદાનમાં સાંજે 6.30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો બીજી વખત ફાઈનલ રમશે. ગત વખતે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
હારની બરાબરી કરવાની તક: ભારત પાસે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2020માં હારની બરાબરી કરવાની તક છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પલટવાર કરીને ઈતિહાસ રચી શકે છે. અગાઉ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
IND vs AUS:ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી પાંચ મેચોમાં કાંગારૂઓનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમાંથી ચાર મેચ જીતી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. જો છેલ્લી પાંચ T20 મેચોની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. મહિલા ટીમે પાંચમાંથી ત્રણમાં જીત મેળવી છે. સાથે જ બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ કાંગારૂ ટીમે છેલ્લી પાંચ ટી-20 મેચમાંથી ચારમાં જીત મેળવી છે. પાકિસ્તાન સાથેની તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.