અમદાવાદ: રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ભારતીય ટીમ હંમેશા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા પર ભારે રહી છે. જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે તો ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે.
સૌથી વધુ વિકેટ રવિન્દ્ર જાડેજા: ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 177 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન માર્નસ લેબુશેને 49 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી સૌથી વધુ વિકેટ રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર યાદવ અને કે,એસ ભરત ટીમમાં :ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતને ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે 86 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4707 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 27 અડધી સદી ફટકારી હતી. જ્યારે લિસ્ટ Aમાં 64 મેચમાં 1950 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 5 અડધી સદી ફટકારી છે.
બન્ને આમને સામને:ઓસ્ટ્રેલિયા અને ભારત (IND vs AUS) વચ્ચે કુલ 102 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી છે જ્યારે ભારતે 30 મેચ જીતી છે. બંને વચ્ચે 28 મેચ ડ્રો રહી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. પરંતુ ભારતીય ટીમનું ઘરઆંગણે શાનદાર પ્રદર્શન રહ્યું છે. બંને વચ્ચે ભારતની ધરતી પર 50 મેચ રમાઈ છે, જેમાં ભારતે 21માં જીત મેળવી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 13 મેચ જીતી છે. 15 મેચ ડ્રો રહી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે.