અમદાવાદ: ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો ચોથો મેચ અમદાવાદમાં રમાઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત શાનદાર રીતે કરી નાંખી હતી. પહેલી ઈનિંગ્સમાં રન મશીન સમાન બેટ્સમેન ટ્રેવિસ હેડને આઉટ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. આ વિકેટ અશ્વીને ઝડપી લીધી હતી. માર્નસ લાબુશેનની વિકેટ શમીએ ઝડપી લીઘી હતી. પણ આ પહેલી ઈનિંગ્સમાં ભારતીય બોલર્સ માત્ર બે વિકેટ લેવામાં જ સફળ પુરવાર થયા હતા.
આ પણ વાંચો:એક હાથમાં ચા, બીજામાં રોટલી સાથે નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત
જોરદાર બેટિંગ: એ પછીના સમયમાં ઉસ્માન અને સ્ટીવની જોડીએ જમાવટ કરી દીધી હતી. સ્ટીવ સ્મિથની વિકેટ જાડેજાએ લેતા ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ. જ્યારે શમીએ હૈંડ્સકોમ્બની વિકેટ ખેરવી નાંખી હતી. આવી ઘાતક બોલિંગ સામે થોડા સમય માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પર પ્રેશર ઊભું થયું હતું. પહેલા દિવસની વાત કરવામાં આવે તો ઓસી. ટીમે ચાર વિકેટના નુકસાનથી 255 રન બનાવી દીધા હતા. જ્યારે ઉસ્માન ખ્વાજાએ 13 મી વખત પોતાની સદી ફટકારી હતી. જોકે, સદીના મામલે મોદી સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડીના નામે રેકોર્ડ થયો હતો.