નવી દિલ્હી: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લઈને કાંગારૂઓની કમર તોડી નાખી હતી. જાડેજાની બોલિંગ અદભૂત હતી કે ઓસ્ટ્રેલિયન ટીમે સવારના સેશનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ તેના બીજા દાવમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારપછી રોહિત શર્માના ધમાકેદાર 31 રનના કારણે લક્ષ્ય આસાન થઈ ગયું હતું.
ખ્વાજા ફરી જાડેજાની સ્પિનમાં ફસાયા:રવિન્દ્ર જાડેજાએ મેચની બીજી ઇનિંગમાં પણ ઉસ્માન ખ્વાજાને પેવેલિયન મોકલી દીધો હતો. પ્રથમ દાવ દરમિયાન જાડેજાએ તેને 81 રન પર આઉટ કર્યો હતો. ખ્વાજાએ ઈનિંગ દરમિયાન 125 બોલમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જાડેજાએ તેને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજા દાવમાં જાડેજાએ ખ્વાજાને શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જાડેજાએ તરત જ ખ્વાજાને પેવેલિયનમાં મોકલી દીધો. ખ્વાજાએ 13 બોલમાં 6 રન બનાવ્યા હતા. તેણે ચોગ્ગો પણ માર્યો હતો.
આ પણ વાંચોIND vs AUS 2nd test: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 100મી ટેસ્ટમાં ડક આઉટ