નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરી રહી છે. બંને ઓપનર ધીમી પરંતુ મક્કમ શરૂઆત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 46 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 171 રન બનાવી લીધા છે. પીટર હેન્ડ્સકોમ્બ 17 રન બનાવીને રમી રહ્યો છે. એલેક્સ કેરી બાદ કેપ્ટન પેટ કમિન્સ મેદાનમાં આવ્યો છે.
મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી: શમીએ 15 રનના સ્કોર પર ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. 44 બોલમાં 3 ચોગ્ગાની મદદથી માત્ર 15 રન બનાવીને વિકેટ પાછળ કેચ થયો હતો. આ દરમિયાન વોર્નરે ખ્વાજા સાથે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. શમીએ કેએલ રાહુલને કેચ સોંપ્યો હતો. તેણે 30 બોલમાં 12 રન બનાવ્યા હતા. લાબુશેને 25 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ સાથે જ સ્ટીવ સ્મિથ પણ કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. સ્મિથને કેએસ ભરથે કેચ કરાવ્યો હતો. તેણે બે બોલ રમ્યા. અશ્વિને એલેક્સ કેરીને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. કેરીએ પાંચ બોલ રમ્યા.
આ પણ વાંચો:Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું
રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી:રવિન્દ્ર જાડેજાએ ઉસ્માન ખ્વાજાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજાએ 125 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા. ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને તક આપવામાં આવી છે. આ વાતની શક્યતા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ મેટ રેનશોના સ્થાને ટ્રેવિસ હેડને ટીમમાં સામેલ કર્યો છે, આ રીતે, બંને ટીમમાં માત્ર બેટિંગમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.