નવી દિલ્હીઃટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ અને ODI વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ચહલે એક મોટું પગલું ભર્યું છે અને વિદેશી લીગમાં રમવાનો નિર્ણય કર્યો છે. ચહલ પ્રખ્યાત ક્લબ કેન્ટ કાઉન્ટી માટે ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમતા જોવા મળશે.
આ પહેલા અર્શદીપ સિંહ રમ્યો હતોઃચહલ વર્તમાન સિઝનમાં કેન્ટ તરફથી રમનાર બીજો ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. આ પહેલા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ જૂન અને જુલાઈમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ક્લબ તરફથી રમ્યો હતો અને તેણે 8 ઇનિંગ્સમાં 13 વિકેટ ઝડપી હતી.
ચહલે કેન્ટ કાઉન્ટી ક્લબ સાથે જોડાણ વિશે શું કહ્યુંઃડિવિઝન વન ટેબલમાં નવમા સ્થાને રહેલા ચહલે ક્લબ દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમવું એ મારા માટે એક પડકાર છે અને હું તેની ખૂબ રાહ જોઈ રહ્યો છું".
ચહલનું ક્રિકેટ કેરિયરઃ ચહલે 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 87 વિકેટ લીધી છે. પરંતુ, તેણે ક્યારેય ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તેણે 72 ODI મેચોમાં 27.13ની એવરેજથી 121 વિકેટ લીધી હતી.ચહલે વન ડેમાં 5 વખત 4 વિકેટ લીધી છે. જ્યારે 2 વખત પાંચ વિકેટ લીધી છે. જ્યારે, તેણે 80 T20 માં 8.19 ના ઇકોનોમી રેટ સાથે 96 વિકેટ પણ લીધી છે. ચહલે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં હરિયાણા માટે 2 મેચ રમી હતી જેમાં તેણે 92.33ની એવરેજથી 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ
- Icc Odi Rankings : Odi રેન્કિંગમાં શુભમન ગિલની ટોપ થ્રીમાં એન્ટ્રી, બાબર અને હેઝલવુડ ટોપ પર યથાવત
- Australia World Cup Squad Announced: વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડી માર્નસ લાબુશેનની બાદબાકી
- World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત