અમદાવાદ:પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ અમદાવાદમાં ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડ ઓછી કરવાના ઉદ્દેશથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે 5 વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. અત્યાર સુધી, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા આ ભવ્ય અવસર માટે 11 ટ્રેનોને અધિસૂચિત કરવામાં આવી છે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચનાના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.Indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ટ્રેન નંબર 09035/09036 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ફેરા):
ટ્રેન નંબર 09035 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 05.15 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.40 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09036 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર, 2023 ના રોજ 02.00 કલાકે અમદાવાદથી ઉપડશે અને એ જ દિવસે 07.25 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સૂરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.
ટ્રેન નંબર 09099 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (એકતરફી):
ટ્રેન નંબર 09099 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ 05.00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને એ જ દિવસે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, અને સૂરત સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર શ્રેણી અને જનરલ સેકન્ડ શ્રેણી કોચ હશે.
ટ્રેન નંબર 01155/01156 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ફેરા):
ટ્રેન નંબર 01155 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ 00.20 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સેન્ટ્રલથી ઉપડશે અને એ જ દિવસે 09.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 01156 અમદાવાદ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર, 2023 ના રોજ સવારે 05.00 કલાકે અમદાવાદથી ઉપડશે અને એ જ દિવસે 14.30 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર શ્રેણી અને જનરલ સેકન્ડ શ્રેણી કોચ હશે. ટ્રેન નંબર 09035, 09036, 09099 અને 01156 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો તરીકે ચાલશે.
- વર્લ્ડ કપ 2023: હોટેલના ભાવમાં વધારો-ઘટાડો, ક્રિકેટ વર્લ્ડ કપના હાઇવોલ્ટેજ મહા-મુકાબલાના કારણે હોટલ માર્કેટ ડહોળાયું
- હાપા માર્કેટ યાર્ડ બહાર વાહનોની કતાર લાગી, લાભ પાંચમનું મુહૂર્ત સાચવતા ખેડૂતો