ધર્મશાલા :ન્યૂઝીલેન્ડ સામેની રમતમાં સુકાની રોહિત શર્મા અને શુભમન ગીલની શરૂઆતની જોડીએ 274 રનનો પીછો કરતી વખતે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી.સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે રમતાં શુભમન ગીલ માટે તે બેવડી ખુશીની વાત હતી. ગુણવત્તાયુક્ત શરૂઆત સાથે તેણે પોતાના ધમાકેદાર ફોર્મને કારણે ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ લખાવ્યું.
World Cup 2023 : શુભમન ગીલ સૌથી ઝડપી 2000 ODI રન પૂરા કરનાર ક્રિકેટર બન્યો, હાશિમ અમલાને પાછળ છોડ્યો - ક્રિકેટ વર્લ્ડ કપ
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન હાશિમ અમલાને પાછળ છોડીને શુભમન ગીલે 38 ઇનિંગ્સમાં 2000 વનડે રન પૂરા કરીને ઇતિહાસના પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અગાઉ હાશિમ અમલાએ 40 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારે ધર્મશાલામાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શુભમન ગીલે તેને પાછળ છોડી દીધો હતો.
Published : Oct 23, 2023, 4:34 PM IST
હાશિમ અમલાને પાછળ છોડ્યો: સૌથી ઝડપી 2,000 ODI રન બનાવનાર ખેલાડી બનવાના માઈલસ્ટોન સુધી પહોંચવા માટે શુભમન ગીલને મેચ પહેલા 12 રનની જરૂર હતી અને તે કિવીઝના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટના બોલ પર પહોંચી ગયો હતો. ગીલે બાઉન્ડ્રી ફટકારવા માટે કવર ડ્રાઇવ રમી હતી અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટર હાશિમ અમલાને પાછળ છોડીને 2000 ODI રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો હતો. હાશિમ અમલાએ 2011માં 40 ઇનિંગ્સમાં 2000 વનડે રન પૂરા કર્યા હતાં જ્યારે ભારતીય યુવા ખેલાડીએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે માત્ર 38 ઇનિંગ્સ લીધી હતી.
2000 ODI રન બનાવનાર સૌથી યુવા ભારતીય: શુભમન ગીલ રમતની શરૂઆત પહેલા છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારીને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઉપરાંત તેની ODI કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે અને આ યુવા ખેલાડીની રમતમાં અગાઉ ODI ક્રિકેટમાં 64.06ની એવરેજ હતી. આ ઉપરાંત તે ક્રિકેટ આઇકન સચિન તેંડુલકર, સ્ટાર બેટર અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી, યુવરાજસિંહ અને સુરેશ રૈના પછી 2000 ODI રન બનાવનાર સૌથી યુવા ભારતીય છે. છેલ્લા બે વર્ષમાં શુભમન ગીલનો દર વર્ષે સરેરાશ લગભગ 70 અને સ્ટ્રાઈક રેટ 100થી ઉપર રહ્યો છે. આ મેચમાં રોહિત શર્મા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 71 રન જોડ્યા હતાં.