ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICC World Cup 2023: 1 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાશે - કોચ

વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરના રોજ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વર્તમાન ભારતીય ટીમ તેમજ સ્ટાફ હાજર રહેશે. 50 વર્ષીય સચિન તેંડુલકરના નામે અનેક રેકોર્ડ બોલે છે, સચિનને સન્માન આપવાની જાહેરાત મુંબઈ ક્રિકેટ એસોશિયેશન(MCA) દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી.

1 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાશે
1 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 8:32 PM IST

મુંબઈઃ ક્રિકેટ આઈકોન સચિન તેંડુલકર અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિશિષ્ટ સંબંધ રહ્યો છે. આ મહાન ખેલાડીનું હોમ ગ્રાઉન્ડ છે વાનખેડે સ્ટેડિયમ. તેથી જ સચિનના હૃદયની નજીક છે વાનખેડે સ્ટેડિયમ.

આ મેદાનનું એક સ્ટેન્ડ ભારત રત્ન સચિન રમેશ તેંડુલકરના નામે છે. હવે મુંબઈ ક્રિકેટ એસોશિયેશન(MCA) સચિનના નામના સ્ટેન્ડ સિવાય આ સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમા પણ લગાવશે. આ પ્રતિમાનું અનાવરણ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર મેચના એક દિવસ પહેલા 1 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

એમસીએ અધ્યક્ષ અમોલ કાલેએ શુક્રવારે ઈટીવી ભારતને આ માહિતી આપી હતી. અમોલ જણાવે છે કે ઉદ્દઘાટન સમારંભમાં સચિન તેંડુલકર સ્વયં ઉપસ્થિત રહેશે, જ્યારે અમે કાર્યક્રમની અન્ય તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ. વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓ અને સ્ટાફ આ અનાવરણ સમારંભમાં હાજર રહેશે.

આ વર્ષની શરુઆતમાં એમસીએ દ્વારા તેંડુલકરને સન્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે સચિન તેંડુલકર 50 વર્ષના થયા છે. સચિન તેંડુલકર બાંન્દ્રામાં સાહિત્ય સહવાસમાં ઉછરીને મોટા થયા છે અને દાદરના શિવાજી પાર્કમાં પોતાના કોચ સ્વર્ગીય રમાકાંત આચરેકર પાસેથી કોચિંગ મેળવ્યું હતું.

સચિને સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થળો પર દરેક હરિફ બોલરને હંફાવ્યા છે. જો કે ભારતીય પ્રેક્ષકો સામે રમવું આ મહાન ખેલાડી માટે હંમેશા આનંદદાયક રહ્યું છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો તે ક્ષણ સચિન તેંડુલકરને આ જ સ્ટેડિયમમાં જ મળી હતી. આ મહાન દિવસ હતો 2 એપ્રિલ 2011.

નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ રમ્યા બાદ સચિને નિવૃત્તિ જાહેર કરી હતી. સચિને વાનખેડેમાં ઘણી યાદગાર મેચીસ રમી છે. જેમાં 1991ની રણજી ટ્રોફી ફાઈનલ પણ સામેલ છે, જેમાં હરિયાણાએ મુંબઈને માત્ર 2 રને હરાવ્યું હતું. તેંડુલકરે પ્રથમ ઈનિંગ્સમાં 47 અને બીજી ઈનિંગ્સમાં 96 રન બનાવ્યા હતા. વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો પૈકી ફરી એકવાર શ્રેષ્ઠ બેટ્સમેનને પોતાના ડોમેસ્ટિક સ્ટેડિયમ વાનખેડેમાં સન્માનિત કરવામાં આવે છે.

  1. World Cup 2023 : ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર થયો, પ્લેઈંગ-11 માં કોને મળશે સ્થાન ?
  2. ICC World Cup 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાનના બે ખેલાડી ફખર જમાન અને સલમાન આગા મેચની બહાર

ABOUT THE AUTHOR

...view details