હૈદરાબાદ :પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાયેલી બાંગ્લાદેશ-ભારત મેચ દરમિયાન હાર્દિક પંડ્યા પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પંડ્યા ડાબા પગની ઘૂંટણમાં થયેલી ઈજાના કારણે ધર્મશાલામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમી શકે તેમ નથી.
જય શાહનું નિવેદન :BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓલરાઉન્ડર હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે BCCI ની મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. તે 20 ઓક્ટોબરના રોજ ટીમ સાથે ધર્મશાલા જશે નહીં. હવે હાર્દિક સીધો લખનઉમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં ટીમ સાથે રમશે.
હાર્દિક પંડ્યા નહી રમે : ન્યૂઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમમાં ગેરહાજરી કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની રહેશે. કારણ કે, ચાલુ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન ભારતીય ટીમનો મુખ્ય આધાર બન્યો છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો મનપસંદ બોલર છે, જે તેની આક્રમક બોલિંગથી મજબૂત ભાગીદારી તોડવાની ક્ષમતા ધરાવે છે.
કોને તક મળશે ? ધર્મશાલામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા પાસે હવે શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીનો સમાવેશ કરવાનો વિકલ્પ છે. ઉપરાંત પ્લેઈંગ ઈલેવનમાં ફુલ ટાઈમ બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બીજા વિકલ્પ તરીકે શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે ઉપયોગ કરવો અને બોલિંગ યુનિટમાં મોહમ્મદ શમીનો સમાવેશ કરી શકાય છે. બંને સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું વિનિંગ કોમ્બિનેશન હશે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ : સૂર્યકુમાર યાદવ સતત નેટ-પ્રેક્ટિસ કરી રહ્યો છે અને પોતાની બેટિંગની રાહ જોઈ રહ્યો છે, ત્યારે સૂર્યકુમાર યાદવ માટે આ એક સુવર્ણ તક હશે. અગાઉની મેચ પહેલા બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ સંકેત આપ્યો હતો કે જો અનુકુળ હશે તો સૂર્યકુમાર યાદવને ચોક્કસપણે ટીમમાં જગ્યા આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ન્યૂઝીલેન્ડ ટીમે વર્લ્ડ કપ 2019 ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને બહાર કરી દીધી હતી.
પ્રથમ વિકલ્પ કોણ ? સૂર્ય કુમાર યાદવને 360-ડિગ્રી બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. તે ટીમને તાકાત પણ પ્રદાન કરશે અને લાઇન-અપનું નિર્માણ કરશે. બીજી તરફ મોહમ્મદ શમી પણ પોતાનું પ્રદર્શન દેખાડવા માટે ઉત્સુક છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિકેટ લેવાની તેની પાસે ક્ષમતા છે. જસપ્રીત બુમરાહની જેમ તે પણ ડેથ ઓવરોમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી છે.
- World Cup 2023: ભારતને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર
- ICC World Cup 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાનના બે ખેલાડી ફખર જમાન અને સલમાન આગા મેચની બહાર