ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup 2023 IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું, 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં અંગ્રેજો પર જીત મેળવી - WORLD CUP 2023 INDIA VS ENGLAND LIVE SCORE LIVE MATCH UPDATES AND HIGHLIGHTS FROM EKANA STADIUM LUCKNOW

ICC ODI વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી જીત છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની ધારદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 અને જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી.

WORLD CUP 2023 INDIA VS ENGLAND LIVE SCORE LIVE MATCH UPDATES AND HIGHLIGHTS FROM EKANA STADIUM LUCKNOW
WORLD CUP 2023 INDIA VS ENGLAND LIVE SCORE LIVE MATCH UPDATES AND HIGHLIGHTS FROM EKANA STADIUM LUCKNOW

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2023, 9:51 PM IST

હૈદરાબાદ:ભારતીય ક્રિકેટ ટીમે ICC ODI વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. ઈંગ્લેન્ડની ટીમ 230 રનનો પીછો કરવા ઉતરી હતી પરંતુ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે.

લખનઉમાં ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારતે 20 વર્ષ પછી વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. ભારતે છેલ્લી વખત ઇંગ્લેન્ડ સામે 2003ના વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા (87 રન), સૂર્યકુમાર યાદવ (49 રન)ની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા હતા.

ભારતે છેલ્લી ઓવરોમાં જસપ્રીત બુમરાહ (16) અને કુલદીપ યાદવ (8)ની મહત્વપૂર્ણ ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને પણ 2-2 સફળતા મળી હતી. ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં બીજી જીત નોંધાવવા માટે ભારતે આપેલા 230 રનના લક્ષ્યાંકને હાંસલ કરવો પડશે.

230 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં માત્ર 129ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને તેને 100 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પણ 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ હાર સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. સતત 6 મેચ જીત્યા બાદ ભારતની સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. ભારત પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગયું છે.

  1. ICC World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ ધર્મશાલામાં 5 રનથી મેચ જીતી, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
  2. Etv Bharat Exclusive: હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી રોહિત-વિરાટ સાથે મળીને છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છેઃ અજય રાત્રા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details