ગુજરાત

gujarat

ETV Bharat / sports

'ગોતીલો' સ્ટાર આદિત્ય ગઢવી વર્લ્ડકપની ફાઈનલમાં કરશે લાઇવ પરફોર્મન્સ, જાણો અન્ય કયા સ્ટાર કરશે પરફોર્મન્સ

વર્લ્ડ કપ 2023: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રમતની સાથે, મનોરંજન માટે ઘણા સ્ટાર લાઇવ પરફોર્મન્સ કરશે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 6:03 PM IST

હૈદરાબાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. 45 દિવસીય ક્રિકેટ મેચનો ભાવિ રવિવારે છે ભારતીય ટીમ પાંચ વખતની વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયન સાથે મેદાનમાં ઉતરી રહી છે રમતની આસપાસનો ઉન્માદ તેની ટોચ પર છે આ વચ્ચે BCCIએ દર્શકો માટે મનોરંજનનું આયોજન કર્યું છે BCCIએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું છે કે, ફાઈનલ મેચમાં મનોરંજનનું આયોજન કર્યું છે.

કાર્યક્રમની યાદી પ્રકાશિત કરવામાં આવી: આ દિવસે કાર્યક્રમની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આનાથી મોટી ઉજવણી ન હોઈ શકે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં સ્ટાર્સનું પ્રદર્શન જીવનનો શ્રેષ્ઠ અનુભવ હશે."

કોણ કોણ કરશે પરફોર્મ: 'ખલાસી' અથવા 'ગોતીલો'ના પ્રખ્યાત સંગીતકાર આદિત્ય ગઢવી પ્રથમ દાવના ડ્રિંક્સ બ્રેકમાં સ્ટેજ પર પરફોર્મ કરશે. બીજા દાવના ડ્રિંક્સ બ્રેકમાં લેસર અને લાઇટ શો દર્શાવવામાં આવશે ત્યારબાદ પ્રીતમ ચક્રવર્તી, જોનિતા ગાંધી, અમિત મિશ્રા, અક્ષા સિંહ, નકાશ અઝીઝ અને તુષાર જોશી ઇનિંગ્સના બ્રેક પર સ્ટેજ સેટ કરશે.

એર શોનું આયોજન થશેઃભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એર શો રજૂ કરશે. આ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેગા મેચની 10 મિનિટ પહેલા હવામાં સ્ટંટ કરીને દર્શકોને રોમાંચિત કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે 9 એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં ઘણા એર શોનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો:

  1. વર્લ્ડ કપની ફાઈનલ મેચ પિક પર હશે ત્યારે પીએમ મોદી સ્ટેડિયમમાં આવશે, ચૂંટણી પ્રચારમાંથી સીધા પહોંચશે
  2. વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં VVIP નો જમાવડો, અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ
  3. આઈસીસી વર્લ્ડ કપ 2023: રોહિત શર્મા અને પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટો શૂટ

ABOUT THE AUTHOR

...view details