ગુજરાત

gujarat

ETV Bharat / sports

Chase Master Virat Kohli : રન ચેઝિસ સાથે વિરાટ કોહલીનો 'લવ અફેર', એમ જ કોહલી નથી કહેવાતો રન મશીન - આઈસીસી વર્લ્ડ કપ 2023

ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, પછી તે 50 ઓવરની ફોર્મેટ હોય કે T20 ફોર્મેટ. વર્ષ 1990 અને 2000ના દાયકામાં ભારતીય ટીમ એકમાત્ર ખેલાડી સચિન તેંડુલકર પર આધાર રાખતું હતું, પરંતુ હવે દેશના ક્રિકેટ રસિયાઓને વિરાટ કોહલી પર વધુ વિશ્વાસ છે. એમાં પણ જ્યારે ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હોય ત્યારે ક્રિકેટ પ્રેમીઓનો વિરાટ કોહલી પર વધુ ભરોસો હોય છે.

chase master virat kohli:
chase master virat kohli

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 12:54 PM IST

Updated : Oct 23, 2023, 3:03 PM IST

નવી દિલ્હી:ગત ગુરૂવારે વિરાટ કોહલીએ ICC ક્રિકેટ વિશ્વ કપ 2003ના લીગ મેચમાં પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ પર ભારતની જીતમાં અણનમ શતક ફટકારી હતી. રવિવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં કોહલીએ ફરી એક વાર પોતાનું કુશતા દેખાડી અને હાલની ક્રિકેટ વિશ્વ કપમાં ન્યૂઝિલેન્ડ વિરૂધ્ધ ભારતની સફળ રન ચેઝ દરમિયાન પણ કોહલી પહાડની જેમ ઉભો રહ્યો. કોહલીએ 95 રનની ધમાકેદાર પારી રમી હતી આમ ટીમ ઈન્ડિયાએ કીવી ટીમને ચાર વિકેટથી પરાજીત કરવામાં મદદ કરી અને આ ઐતિહાસિક ટૂર્નામેન્ટમાં પોતાનો અજેય ક્રમ યથાવત રાખ્યો.

રોહિત શર્માએ કરી કોહલીની પ્રશંસા:ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ પણ વિરાટ કોહલીના ભરપૂર વખાણ કર્યા હતા. ટીમની જીત બાદ રોહિત શર્માએ કહ્યું, કે "અમે તેને આટલા વર્ષોથી આવા પરાક્રમો કરતા જોયો છે. તે ખુબ શાંત સ્વભાવનો છે અને કામ કરવા માટે પોતાને તૈયાર કરે છે.

ચેઝ માસ્ટર કોહલી:રેકોર્ડ માટે, કોહલીએ વનડેમાં સફળ રન-ચેઝમાં 96 પારીઓ રમી છે. જેમાંથી 48માં તેણે 50 પ્લસ સ્કોર કર્યો છે. ભારતની સફળ રન-ચેઝમાં તેના નામે 23 સદી અને 23 અર્ધસદી છે. આથી દિલ્હીનો આ ખેલાડી રન ચેઝનો પીછો કરવાનું વધુ પસંદ કરે છે. કોહલી 90ના દાયકામાં સફળ રન ચેઝમાં ત્રણ વખત આઉટ થયો છે - 2010માં મીરપુર ખાતે બાંગ્લાદેશ સામે 91 રન, 2019માં બર્મિંગહામ ખાતે બાંગ્લાદેશ સામે અણનમ 96 અને ધર્મશાળામાં ન્યુઝીલેન્ડ સામે 95 રન નોંધાવ્યા છે.

ટીમ ઈન્ડિયામાં કોહલીની ભૂમિકા: તદુપરાંત, ભારતે ધર્મશાળામાં 274 રનનો પીછો કર્યો અને ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ તેમનો ચોથો સૌથી મોટો લક્ષ્યાંક હતો. રસપ્રદ વાત એ છે કે, આ વર્લ્ડ કપમાં ભારતે લક્ષ્યનો પીછો કરતી વખતે તેમની તમામ મેચો જીતી લીધી હતી - ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે, પુણેના એમસીએ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે અને ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામે.

ટીમ ઈન્ડિયાની શાન:રવિવારે રાત્રે ધર્મશાળામાં વિરાટની શાનદાર ઇનિંગ માટે ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ વિરાટની પ્રશંસા કરી હતી. 2011 માં ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમમાં રન મશીન વિરાટ કોહલી પહેલેથી જ હતો. જો ભારત વર્તમાન ODI વર્લ્ડ કપ જીતવા આગળ વધે છે, તો તેમાં વિરાટ કોહલીની ભૂમિકા નિર્ણાયક રહેશે.

  1. ICC WORLD CUP 2023 India Vs New Zealand : ધર્મશાલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, ટીમ ઈન્ડિયા મેચ પહેલા પ્રેક્ટિસ કરી
  2. World Cup 2023 IND vs NZ : ભારતે 20 વર્ષ પછી વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, આ ખેલાડી રહ્યા જીતના હીરો
Last Updated : Oct 23, 2023, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details