લખનઉઃ ICC World Cup 2023ની શરુઆતની બંને મેચો સાઉથ આફ્રિકાએ જીતી લીધી છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ શુભ શરુઆત કરી છે. ટીમના ફાસ્ટ બોલર રબાડાએ ટીમે આ સ્પર્ધામાં વધુ લાંબી મજલ કાપવાની છે તેમ જણાવ્યું છે. રબાડા કહે છે કે ટીમ એક સમયે એક ગેમ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
સાઉથ આફ્રિકા પર ચોકર્સનું ટેગ છે. આ ટીમે દિલ્હી ખાતે શ્રીલંકાને 102 રનથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે. જેમાં ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર અને એડન માર્કરામે સદી ફટકારી હતી. ગુરુવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વિન્ટન ડી કોકે તોફાની સદી ફટકારીને 134 રનથી સાઉથ આફ્રિકાને જીતાડ્યું હતું.
જો પોઈન્ટની વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકા અત્યારે ટોપ પર છે. રબાડાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને કેવો અનુભવ થયો તેનો વિચાર કરીશું અને અમારામાં સુધાર લાવીશું. અમે અમારી ખામી અને ખૂબીને ઓળખીને અમારામાં સુધાર લાવીશું. જો કે સામાન્ય રીતે મને લાગે છે કે અમે યોગ્ય રમત રમ્યા હતા.
28 વર્ષીય ફાસ્ટ બોલર રબાડા કહે છે કે, જો કે અમે મેચમાં રમેલી રમતને પાછળ છોડી દીધી છે અમે આગામી મેચ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ છીએ. અટલ બિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમ ખાતે હાજર દરેક પ્રેક્ષક સાઉથ આફ્રિકાની રમતથી ઝુમી ઉઠ્યો હતો. અમને ખબર છે કે અમે છેલ્લે કેટલીક મેચમાં કેટલાક ક્ષેત્રોમાં ઢીલાશ રાખી હતી.
પરંતુ ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં તમે અનેક ક્ષેત્રે સુધારો કરી શકો છો, પણ અમે અમારી રમતનું વિશ્લેષણ કરીશું અને આગળ વધીશું. ટેમ્બા બાવુમાની અધ્યક્ષતાવાળી સાઉથ આફ્રિકાનો આગામી મુકાબલો 17મી ઓક્ટોબરે મંગળવારે ધર્મશાળામાં નેધરલેન્ડ સાથે છે. રબાડાએ સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિશ અને માર્ક્સ સ્ટોઈનિસની મહત્વપૂર્ણ વિકેટને પરિણામે ઓસ્ટ્રેલિયાનો મીડલ ઓર્ડર છિન્ન ભિન્ન થયો હોવાનું જણાવ્યું હતું. આ વિકેટમાંથી બે વિકેટ વિવાદાસ્પદ રહી હતી. રબાડાએ સ્ટીવ સ્મિથને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જેને એમ્પાયરે ઓનફિલ્ડ નોટ આઉટ જાહેર કર્યો હતો. જો કે બોલ ટ્રેકિંગ ટેકનોલોજીના રીવ્યૂથી ખબર પડી કે બોલ લેગ સ્ટંપને ટકરાવા જઈ રહી હતી.
અને તમે બધા જાણો છે તેમ સ્ટીવ સ્ટમ્પની એક્રોસ ચાલે છે. આ તેનું ટ્રિગર છે. જે મારા અને ક્વિન્ટના દ્રષ્ટિકોણમાં વિકેટ લેવા માટે મહત્વનું હતું. તેથી જ અમે આ રીતે બોલિંગ કરવાનું નક્કી કર્યુ. જો કે ટેકનોલોજીએ અમારો સાથ આપ્યો પણ આ બહુ ક્લોઝ હતું. રબાડા સાથે ફરીથી વિવાદ જોડાયો જ્યારે તેમણે સ્ટોઈનિસને બોટમ ગ્લોવ્સની પાછળ કેચ કરાયો.
જો કે બેટની ગ્રીપ પર સ્ટોઈનિસના હાથ ઉપર અને નીચે જોડાયેલા છે તેનો મને ભ્રમ થયો હતો. મેં શરુઆતમાં વિચાર્યુ કે બોલ તેના થાઈ પેડ સાથે ટકરાયો છે જો કે મારા સાથી ક્રિકેટર્સે બોલ લાકડા સાથે ટકરાયો હોય તેવો અવાજ સાંભળ્યો હતો. તેમજ સ્ટોઈનિસ પણ થોડોક અસ્વસ્થ જણાતો હતો. સ્ટોઈનિસ એમ વિચારતો હશે કે બોલ તેને વાગ્યો છે. જ્યારે બોલ તેના ગ્લોઝ સાથે ટકરાયો ત્યારે તેના બંને હાથ બેટથી કેટલા દૂર હતા તેનો પણ વિવાદ થયો છે. જો કે અમને તે બેટનું હેન્ડલ લાગ્યું હતું. પછી તે અમારા ઉપર નિર્ભર નથી. અમે આ બાબતની સમીક્ષા કરી અને એમ્પાયરે નિર્ણય લીધો. રબાડાએ કન્ક્લુઅડ કર્યુ.
- IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોનો ધસારો, મુંબઇથી અમદાવાદ બીજી સ્પેશિયલ ટ્રેન મુકાઈ, AMTS અને BRTSની ખાસ વ્યવસ્થા
- India vs Pakistan Pre Match Ceremony : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા યોજાશે સેરેમની, જાણો કાર્યક્રમની રૂપરેખા...