ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup 2023: ભારત વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ- મોહમ્મદ અઝહરુદ્દીન

ત્રણ વન ડે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ ભારતીય સુકાની મોહમ્મદ અઝહરુદ્દીનને લાગે છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે પ્રતિષ્ઠિત સિલ્વરવેર ઉપાડવા માટે ફેવરિટ છે. મોહમ્મદ અઝહરુદ્દીને ETV ભારતના નિખિલ બાપટ એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.

Etv BharatWorld Cup 2023
Etv BharatWorld Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 4:31 PM IST

હૈદરાબાદ:ભૂતપૂર્વ ભારતીય સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન માને છે કે, સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળની વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા અને 2013 થી ICC ટ્રોફી જીતવાના દુષ્કાળને સમાપ્ત કરવા માટે ફેવરિટ છે. 30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે અઝહરુદ્દીને વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢ્યો હતો. અઝહર, જેણે 99 ટેસ્ટ રમી છે, તે અહીં જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

લીગ તબક્કામાં એકમાત્ર અજેય ટીમ: ભારતીય ટીમ હાલના વિશ્વ કપના લીગ તબક્કામાં એકમાત્ર અજેય ટીમ તરીકે રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના ચેપોક ખાતેથી તેમના અભિયાનની શરૂઆત કરનાર ભારતે ગયા રવિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લીગ તબક્કાના અભિયાનને જીત સાથે સમાપ્ત કર્યું હતું.

"ભારત વર્લ્ડ કપ જીતવા માટે ખૂબ ફેવરિટ છે, તેઓ જે રીતે રમી રહ્યા છે...તેમની પાસે સારું ટીમ સંયોજન છે, બેટિંગ સારી છે, ફિલ્ડિંગ સારી છે અને બોલિંગ સારી છે. તમામ વિભાગોમાં સારી રીતે રમી રહ્યા છે અને તમામ વિભાગો સુમેળમાં છે."

ટીમની જરૂરીયાત પ્રમાણે યોગદાન: ભારત માટે, તેમના તમામ ખેલાડીઓએ ત્યારે સારુ પ્રદર્શન કર્યુ છે,જ્યારે ટીમને તેમની જરૂર હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેન ઉપરાંત, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓએ જરૂરીયાત પ્રમાણે યોગદાન આપ્યું છે.

કોણ છે મોહમ્મદ અઝહરુદ્દી: 60 વર્ષીય મોહમ્મદ અઝહરુદ્દી એક ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતા 99 ટેસ્ટ મેચ અને 334 વન-ડે ઈન્ટરનેશનલ 9,378 રન બનાવ્યા છે. તેમણે ભારતીય ટીમના સુકાની તરીકે પણ સેવા આપી હતી અને 1990-91 અને 1995ના એશિયા કપ અને 1996 ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમને જીત અપાવવામાં નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો:

  1. Diana Edulji Exclusive Interview: ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ડાયના એડુલજીએ કહ્યું કે, આ મહિલા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ
  2. Ross Taylor on India vs New Zealand Semi-final : વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા રોસ ટેલરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

ABOUT THE AUTHOR

...view details