અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મહામુકાબલો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રવિવારે યોજાશે જેમાં ટીમ ઇન્ડિયા ગઈ કાલે જ અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. 19 તારીખે એટલે કે રવિવારે મોટેરા સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપ માટે જંગ જામશે.
રવિવારે મહામુકાબલો :આજે ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યાં ટીમને સિક્યુરિટી સાથે તાજ હોટલમાં લઈ જવામાં આવી હતી. જો વાત કરવામાં આવે વર્લ્ડ કપની તો ટીમ ઇન્ડિયા સતત 10 મેચ જીતી ચૂકી છે. ત્યારે ફાઈનલમાં મેદાને ઊતરવા આ ટીમ આવી પહોંચી છે. અમદાવાદમાં મોટેરા સ્થિતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટના મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહામુકાબલામાં 19 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ કપમાં ભારતની જીત તરફ આગેકૂચ જોવા મળી શકે છે.
રોડ શોમાં ચાહકોનું અભિવાદન યોજાશે : ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં રોડ શો યોજી ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે. આ રોડ શોમાં ઓપન બસમાં બેસીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ લોકો વચ્ચે જશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં આ રોડ શો યોજાશે એવી સંભાવના છે. ભારતીય ક્રિકેટ હોટલ ITC નર્મદાથી મેચ પ્રેક્ટિસ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવાના થવાની હતી. ત્યારે ક્રિકેટ-લવર્સની ભારે ભીડ હોટલની બહાર ઊમટી હતી. ફેવરિટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે દર્શકોએ બેથી ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી.
શનિવારે પ્રેક્ટિસ કરશે : ટીમ ઈન્ડિયા ગુરુવારે અમદાવાદ આવી ગઈ હતી. બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં હરાવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. ત્યારે ગુરુવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી. ગઈકાલે બીજી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું હતું ત્યારે તે ટીમ આજે અમદાવાદ પહોંચી છે. એ બાદ બંને ટીમ શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. એ બાદ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ICC ક્રિકેટ વર્લ્ડ કપનો મહામુકાબલો યોજાશે.
અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીઝના આગમન : ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહામુકાબલાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અમદાવાદના સ્ટેડિયમ ખાતે ઊમટે એવી સંભાવના છે. આ મહામુકાબલાના સાક્ષી બનવા અનેક VVIP પણ હાજર રહેશે. તેમાંના મોટા ભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ ખાતે આવશે. ક્રિકેટ મેચના દિવસે અને અગાઉના દિવસોમાં અમદાવાદના G.A ટર્મિનલ ખાતે 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઊતરશે, એટલે કે 3 દિવસ દરમિયાન અમદાવાદને આંગણે ચાર્ટર્ડ પ્લેનની અવરજવર વધશે. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટીઝ અન્ય ફલાઈટમાં પણ અમદાવાદ આવશે એવી સંભાવના છે.
- દસ ગણા ભાવ આપવા છતા નથી મળી રહી વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ
- વર્લ્ડ કપ 2023 ફાઈનલની તૈયારીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે રીવ્યૂ બેઠક યોજી, સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મેળવી