મુંબઇ : 360 ડિગ્રી સ્ટ્રોક પ્લે માટે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શન વિશે સામાન્ય લોકોના ઇન્ટરવ્યુ માટે મુંબઈની શેરીઓમાં ગુપચૂપ ફરતાં નજર આવ્યાં હતાં ભારત 12 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે અને ચાલી રહેલા આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં વર્ચ્યુઅલ રીતે સેમિફાઈનલમાં સ્થાન સુનિશ્ચિત કરી રહ્યું છે ત્યારે આ બેટધર કૂલ અને હળવા મિજાજમાં લાગી રહ્યાં હતાં.
પત્રકારની ભૂમિકામાં સૂર્યકુમાર યાદવ : પ્રખ્યાત ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ મુંબઈની શેરીઓમાં ક્રિકેટ ચાહકોની મુલાકાત લેવા માટે મીડિયા પર્સન તરીકે સંવાદદાતાનો અવતાર ધારણ કર્યો હતો. બીસીસીઆઈએ વેબસાઈટ પર શેર કરેલ વિડીયોમાં સૂર્યકુમાર મરીન ડ્રાઈવ ખાતે પોતાનો પત્રકારત્વનો કાર્યકાળ ખેલી બતાવ્યો હતો. આશ્ચર્યજનકની વાત એ હતી કે ચાહકોમાંથી કોઈને પણ ખબર ન હતી કે તેઓ ભારતના સ્ટાર ક્રિકેટર સાથે વાતચીત કરી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજાનો ઇન્ટરવ્યૂ લીધો : સૂર્યકુમાર યાદવે તેના વેશના ભાગરૂપે માસ્ક પહેરીને તેના સાથીદાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પણ આશ્ચર્યચકિત કરવામાં સફળ રહ્યો હતો. રવીન્દ્રને એ સમજવામાં વાર લાગી હતી કે તે જેની સાથે વાત કરી રહ્યાં છે તે અન્ય કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ પોતે જ છે. ઈન્ટરવ્યુ દરમિયાન સૂર્યકુમાર યાદવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના પર્ફોર્મન્સ સહિત તેના પોતાના વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે ચાલુ વર્લ્ડ કપમાં તે કેવું પ્રદર્શન કરી રહ્યો છે અને તેને કયા પાસાઓ સુધારવાની જરૂર છે તેના પર અભિપ્રાયો માંગ્યા હતાં. ઇન્ટરવ્યુના અંતે બહુમુખી પ્રતિભાશાળી બેટ્સમેને રમૂજી રીતે કહ્યું કે, "હું ખરાબ અભિનેતા નથી."
સ્ટાર ક્રિકેટરને કોઇ ઓળખી શક્યું નહીં :જે વાતે બધાને ચોંકાવી દીધા તે એ હતી કે મુંબઈની વ્યસ્ત શેરીઓમાં એક પણ વ્યક્તિએ સૂર્યકુમાર યાદવે તેની ગુપ્ત ભૂમિકામાં ઓળખી શકી ન હતી. પ્રતિભાશાળી ક્રિકેટરે આખરે તેની સાચી ઓળખ એક અસંદિગ્ધ ઇન્ટરવ્યુમાં જાહેર કરી તે બાદ એક ફેન યુવતીએ સ્ટાર ક્રિકેટર સાથે સેલ્ફી ક્લિક કરી હતી.
મુંબઇમાં શ્રીલંકા સામે વર્લ્ડ કપ મેચ : ભારતીય ખેલાડીઓ હાલ વિવિધ સ્થળોએ રાહતના મૂડમાં આનંદ માણતા જોઈ શકાય છે કારણ કે ટીમ વર્લ્ડ કપમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. યજમાન ટીમ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં તેમની સાતમી મેચ માટે મુંબઈમાં છે, જ્યાં તેનો મુકાબલો શ્રીલંકા સામે થશે. શ્રીલંકા પાસે ગઈકાલની મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ સેમિફાઈનલમાં પહોંચવાની કોઈ તક બચી નથી.
- World Cup 2023 : કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકા સામેની મેચ માંથી થયો બહાર, આ ખેલાડી સંભાળશે કમાન
- World cup 2023: પાકિસ્તાની વિકેટકીપરે કોહલીને આપી શુભેચ્છા, જાણો કેમ
- Champions Trophy 2025 : વર્લ્ડ કપની ટોચની સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની યજમાનીમાં રમશે