બેંગલુરુ:એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2023ની 25મી લીગ મેચમાં શ્રીલંકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન ચાલુ છે અને 5 મેચમાં આ તેની ચોથી હાર છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ રમતના દરેક વિભાગમાં ઈંગ્લેન્ડ કરતા ચઢિયાતી સાબિત થઈ હતી. પ્રથમ, શ્રીલંકાએ અંગ્રેજોને માત્ર 156 રનમાં રોકી દીધા. ત્યારબાદ બેટિંગ કરતા 25.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 160 રન બનાવીને ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો હતો.
ઈંગ્લેન્ડનો દાવ (33.3 ઓવરમાં 156 ઓલઆઉટ):ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ શ્રીલંકાના બોલરો સમક્ષ બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી. ઈંગ્લેન્ડે તેની પ્રથમ વિકેટ 6.3 ઓવરમાં 45 રનના સ્કોર પર ગુમાવી હતી. ત્યારબાદ આખી ટીમ 33.2 ઓવરમાં 156 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
છ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા નહિ:ઈંગ્લેન્ડના છ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કસુન રાજીથા અને એન્જેલો મેથ્યુઝે પણ 2-2 વિકેટ લીધી હતી.
શ્રીલંકાની ઇનિંગ્સ (25.2 ઓવરમાં 160-2): શ્રીલંકાએ ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 157 રનના સામાન્ય લક્ષ્યાંકને 25.2 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઓપનર પથુમ નિસાન્કાએ 83 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સ્ટાર બેટ્સમેન સાદિરા સમરવિક્રમાએ પણ 54 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંનેએ 137 રનની અતૂટ ભાગીદારી કરી અને પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી.
- World Cup 2023 : વજનદાર દક્ષિણ આફ્રિકાની ટીમનો સુસ્ત પાકિસ્તાન ટીમ સામેનો ટકરાવ કેવો રહેશે જાણો
- ICC World Cup 2023: 29મી ઓક્ટોબરે રમાનાર ભારત અને ઈંગ્લેન્ડ મેચની ટિકિટોના વેચાણમાં નકલી વેબસાઈટ દ્વારા છેતરપીંડી કરાઈ