ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે કોહલી પાસેથી સદીની અપેક્ષા, આ બે બોલરોથી સાવચેત રહેવું જરુરી

World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ માટે ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચી ગયા છે. ફાઈનલ મેચમાં વિરાટ કોહલી પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. પરંતુ વિરાટ કોહલીની સામે બે ઓસ્ટ્રેલિયન બોલર છે જે તેને પરેશાન કરી શકે છે, જાણો તેમના આંકડા..

Etv BharatWorld Cup 2023
Etv BharatWorld Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 1:27 PM IST

અમદાવાદઃવર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ માટે આખો દેશ બંને ટીમના ખેલાડીઓ સાથે તૈયાર છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ જીતશે તો તે ત્રીજી વખત ટ્રોફી કબજે કરશે. આ પહેલા ભારતે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આજે અમદાવાદમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આજે વિરાટનું રમવું જરૂરીઃઆ મેચમાં આખા દેશની નજર ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ટકશે. કોહલીને મોટી મેચનો ખેલાડી માનવામાં આવે છે. અને કોહલી ચેઝ માસ્ટરના નામથી પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ ઈચ્છશે કે તે આ મેચમાં શાનદાર સદી ફટકારે અને ભારત માટે આ વર્લ્ડ કપ જીતે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 700થી વધુ રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારીને તેણે સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડ્યો હતો.

હેઝલવુડ અને ઝમ્પાથી સાવધાન રહેવું પડશેઃ ઓસ્ટ્રેલિયાના બે મહત્વના બોલર જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પા પણ ફોર્મમાં છે. અને આ બંને બોલરો સામે વિરાટ કોહલીનો રેકોર્ડ સારો નથી. કોહલીએ આ પડકારને પાર કરવો પડશે. આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી (23) પછી એડમ ઝમ્પા (22) સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જોશ હેઝલવુડે પણ 10 મેચમાં 14 વિકેટ લીધી છે. અને બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા છે.

એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ સામે વિરાટ કોહલીના આંકડા

જોશ હેઝલવુડઃ જોશ હેઝલવુડે 8 ODI ઇનિંગ્સમાં વિરાટ કોહલીને બોલ્ડ કર્યો છે જેમાં તેણે 5 વખત કોહલીને આઉટ કર્યો છે. કોહલીએ હેઝલવુડના 88 બોલમાં 54 ડોટ બોલ રમીને 51 રન બનાવ્યા હતા. હેઝલવૂડ સામે કોહલીના નામે માત્ર ત્રણ ચોગ્ગા છે અને તેણે તેની સામે એકપણ છગ્ગા માર્યો નથી. કોહલીએ હેઝલવુડ સામે 57.95ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

એડમ ઝમ્પા:એડમ ઝમ્પા સામે પણ વિરાટ કોહલી ચિંતિત દેખાતા હતા. પરંતુ ઝમ્પા અને કોહલી વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. ઝમ્પાએ 13 ઇનિંગ્સમાં 5 વખત કોહલીને આઉટ કર્યો છે. જો કે ઝમ્પા સામે વિરાટ કોહલીએ 232 બોલમાં 254 રન બનાવ્યા છે. અને તેની સામે 109.48ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. ઝમ્પા સામે કોહલીની એવરેજ 50.80 છે.

આ પણ વાંચો:

  1. આજે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ, જાણો હવામાન કેવું રહેશે અને પીચ કેવી છે
  2. વર્લ્ડ કપ ફાઇનલમાં નોંધાયેલી છે માત્ર 6 સદી, 2 કેપ્ટન પણ સામેલ, આ વખતે કોણ ફટકારશે સદી ?

ABOUT THE AUTHOR

...view details