મુંબઈઃ 22 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, તેમાં ભારત જબરદસ્ત જીત હાંસલ કરી હતી. ભારતની જીતમાં વિરાટ કોહલીએ કરેલા 95 રનનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શન પર તેની પત્ની અનુષ્કા શર્માએ ગર્વ અનુભવ્યો છે. તેણીએ સોશિયલ મીડિયા પર પોતાને થયેલા ગર્વને પોસ્ટ પણ કર્યો છે. અનુષ્કાએ વિરાટને સ્ટ્રોમ ચેઝર તરીકે વર્ણવ્યો છે. અનુષ્કાએ વિરાટની ઈનિન્ગસનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે "ઓલવેઝ પ્રાઉડ ઓફ યુ". જ્યારે બીજી પોસ્ટમાં ફોટો શેર કર્યો અને લખ્યું કે 'સ્ટ્રોમ ચેઝર'
ICC World Cup 2023: અનુષ્કાએ વિરાટની શાનદાર બેટિંગના કર્યા વખાણ, ઈંસ્ટા પોસ્ટમાં કોહલીને ગણાવ્યો 'સ્ટ્રોમ ચેઝર' - વિરાટના 95 રન
22મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલ મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને 4 વિકેટથી હરાવી દીધું છે. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 95 રન બનાવ્યા હતા. વિરાટના આ બેટિંગ પર્ફોર્મન્સ પર અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપી છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક

Published : Oct 23, 2023, 1:46 PM IST
|Updated : Oct 23, 2023, 3:04 PM IST
સપોર્ટિવ વાઈફઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિરાટ કોહલી માટે સૌથી મોટી ચીયર લીડર છે. અનુષ્કાએ પોતાના પતિ વિરાટ કોહલી પ્રત્યેનો પ્રેમ ઈંસ્ટા સ્ટોરીમાં દર્શાવ્યો છે. અનુષ્કાએ વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો અને લખ્યું છે કે 'સ્ટ્રોમ ચેઝર'. અનુષ્કા વિરાટને હંમેશા સપોર્ટ કરતી નજરે પડે છે. તે ઘણીવાર મેચ જોવા સ્ટેડિયમમાં પણ હાજર રહેતી હોય છે. જ્યારે ભારત મેચ જીતે ત્યારે અનુષ્કા વિરાટ માટે ગર્વ અનુભવતી હોય છે.
અનુષ્કાની પ્રતિક્રિયાઃ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટેનો ગર્વ અને પ્રેમ શેર કરતી પોસ્ટ ઈંસ્ટાગ્રામમાં શેર કરી છે. ભારતે ન્યૂઝિલેન્ડ સામે જે જીત મેળવી તેમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને યોગદાન આપ્યું છે. વિરાટ કોહલીએ 104 રનમાં 95 રન બનાવ્યા. આ વર્લ્ડ કપમાં ભારતની આ પાંચમી જીત છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિરાટ અને અનુષ્કા ફરીથી માતા-પિતા બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તેઓ 2020માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા. જો કે અનુષ્કાની બીજીવારની પ્રેગેનેન્સી પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.