નવી દિલ્હીઃ ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેથી તેઓ વર્લ્ડ કપ 2023 જોવા માટે તેમની ટિકિટ બુક કરાવી શકે. આ સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ કપ 2023ની રમત દરમિયાન સ્ટેડિયમમાં પીવાનું પાણી મફત આપવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આશા છે, કે આગામી 50-ઓવરના વર્લ્ડ કપની ટિકિટ 10 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
ઓક્ટોબરના અંતમાં વર્લ્ડ કપ 2023 શરુ: BCCI દ્વારા 2023 વર્લ્ડ કપને લઈને કરવામાં આવેલી આ જાહેરાતથી રમતપ્રેમીઓને ઘણી રાહત મળશે. મેચો દરમિયાન મફત પીવાનું પાણી આપવાના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે. કારણ કે વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરના અંતમાં ભારત દ્વારા યોજવામાં આવી રહ્યું છે. ઘણા સ્થળોએ ચાહકો માટે સુવિધાઓ અને સેવાઓને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ક્રમમાં, BCCI સેક્રેટરી જય શાહે હવે ચાહકોને મફત પીવાનું પાણી આપવાની વાત કરી છે.
દર્શકોને મફત પીવાનું પાણીઃસમાચાર એજન્સી PTI અનુસાર, BCCIના સચિવ જય શાહે કહ્યું કે, બોર્ડ દર્શકોને મફત પીવાનું પાણી આપવા પર કામ કરી રહ્યું છે. BCCI ચાહકોને મફત પીવાનું પાણી આપવા માટે કોકા કોલા સાથે ભાગીદારી કરવા આતુર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડનો આ નિર્ણય જય શાહની વિવિધ રાજ્ય એસોસિએશનના વડાઓ સાથેની બેઠક પછી આવ્યો છે, જેમાં લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા.