નવી દિલ્હી:ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર, 10 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે રમાઈ હતી. આ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ રમાશે. આ બંને ટીમો વચ્ચેની આ મેચ ઘણી રોમાંચક બની શકે છે. આ મેચમાં ભારતીય ટીમના આ ખેલાડીઓ પાકિસ્તાન પર ભારે પડી શકે છે. એટલા માટે તમામની નજર આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે.
પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે:ભારતીય ટીમ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં સાંજે 6.30 કલાકે મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને રિશા ઘોષના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ત્રણ ખેલાડીઓ મેચનો પલટો ફેરવી શકે છે જેનાથી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ વધી જશે.
આ ખેલાડીઓ બદલી શકે છે મેચ: મહિલા ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે મંધાના ટીમની મુખ્ય બેટ્સમેન છે. મંધાનાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી મંધાનાએ 27.32ની એવરેજ અને 123.13ની સ્ટ્રાઈક રેટથી કુલ 2651 રન બનાવ્યા છે.
આ પણ વાંચોIND VS AUS : જાણો શા માટે ICCએ રવિન્દ્ર જાડેજા પર લગાવ્યો જૂર્માનો