દુબઈ:બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરના પ્રતિબંધને (ICC imposes permanent ban on saliva) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રમતના નિયમોમાં કેટલાક વધુ ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 ઓક્ટોબરથી લાગુ થશે. ક્રિકેટમાં હવે માંકડ આઉટ નહીં પરંતુ આ રીતે કરવામાં આવેલ આઉટને રન આઉટની શ્રેણીમાં ગણવામાં આવશે.
લાળના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ: આ ફેરફારોની ભલામણ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી ICC ક્રિકેટ સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેની જાહેરાત તેની ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC) દ્વારા કરવામાં આવી હતી. ICCએ કોરોનાવાયરસ રોગચાળાને પગલે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો. ક્રિકેટના કાયદાના કસ્ટોડિયન, મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ તેના નિયમોમાં સુધારો કરીને માર્ચ 2022 માં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.
ICCએ જારી કર્યું નિવેદન: ICC દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ પ્રતિબંધ કોવિડ સંબંધિત અસ્થાયી પગલા તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વર્ષથી વધુ સમયથી અમલમાં છે. હવે આ પ્રતિબંધને કાયમી બનાવવા યોગ્ય માનવામાં આવે છે. ક્રિઝ પર નવા બેટ્સમેનની ઘટનામાં, ICCએ કહ્યું, જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે, ત્યારે નવો બેટ્સમેન એ જ છેડે રહેશે જ્યાં આઉટ થયેલ બેટ્સમેન આગલા બોલ પર રહેવાનો (new rule imposed in cricket) હતો. રમતના સંચાલક મંડળે કહ્યું કે, ટેસ્ટ અને વનડેમાં હવે નવા બેટ્સમેન માટે બે મિનિટમાં સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું જરૂરી બનશે. T20માં હાલની 90 મિનિટની સમય મર્યાદા પહેલાની જેમ જ ચાલુ રહેશે. અગાઉ રમત દરમિયાન નોન-સ્ટ્રાઈકરને રનઆઉટ કરવાનું અયોગ્ય માનવામાં આવતું હતું અને આવી ક્રિયા ઘણી વખત ચર્ચામાં આવી છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન જેવા ઘણા ખેલાડીઓએ તેનું સમર્થન કર્યું હતું. આવા કિસ્સામાં, બેટ્સમેનને હવે રન આઉટ ગણવામાં આવશે.
2023 પછી આ નિયમ લાગુ: જો ફિલ્ડિંગ ટીમ બોલરના રન-અપ દરમિયાન કોઈપણ અયોગ્ય માધ્યમનો ઉપયોગ કરે છે, તો અમ્પાયર તે બોલને 'ડેડ બોલ' કહેશે અને બેટિંગ ટીમને પાંચ પેનલ્ટી રન આપવામાં આવશે. અન્ય એક મોટા નિર્ણયમાં, ICCએ કહ્યું કે જો T20માં ઓવર રેટ ધીમો હશે તો 30-યાર્ડ સર્કલની બહાર ફિલ્ડરને ટૂંકા રાખવા માટેનો દંડ હવે ODIમાં પણ લાગુ કરવામાં આવશે. ICCએ (International cricket council) કહ્યું કે, ધીમી ઓવર રેટ માટે મેચ દરમિયાન આપવામાં આવેલી પેનલ્ટી હવે ODIમાં પણ લાગુ કરવામાં આવશે. જોકે, આ નિયમ ICC મેન્સ વર્લ્ડ કપ સુપર લીગ 2023 પછી લાગુ કરવામાં આવશે.