ગુજરાત

gujarat

ICC ODI Rankings : ODI રેન્કિંગમાં શુભમન ગિલની ટોપ થ્રીમાં એન્ટ્રી, બાબર અને હેઝલવુડ ટોપ પર યથાવત

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 10:43 AM IST

ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલ અને ઈશાન કિશનને ICC દ્વારા જાહેર કરાયેલી પુરુષોની ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. બંને ક્રિકેટરોએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે.

Etv BharatICC ODI Rankings
Etv BharatICC ODI Rankings

દુબઈ:ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ અને ઈશાન કિશને ચાલી રહેલા એશિયા કપમાં તેમના સારા પ્રદર્શનના આધારે બુધવારે જાહેર કરવામાં આવેલી ICC ODI રેન્કિંગમાં તેમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. બાબર હજુ પણ બેટ્સમેનોની વનડે રેન્કિંગમાં ટોચ પર છે.

શુભમન ગિલ અને ઈશાન કિશનને ફાયદોઃશુભમન ગિલે નેપાળ સામે 67 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 750ના રેટિંગ સાથે તેની કારકિર્દીની શરૂઆતમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઈશાન કિશને પાકિસ્તાન સામે શાનદાર 82 રન બનાવીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 624 રેટિંગ પોઈન્ટ્સ સાથે યાદીમાં 12 સ્થાન મેળવીને 24મા સ્થાને પહોંચી ગયો છે.

બેટ્સમેનોની રેન્કિંગમાંબાબર આઝમ ટોપ પરઃબાબરે એશિયા કપમાં નેપાળ સામે શાનદાર 151 રન બનાવીને બતાવ્યું કે, તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કેમ કહેવામાં આવે છે. પાકિસ્તાનનો કેપ્ટન 882ના કુલ રેટિંગ સાથે ODI બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન (777 રેટિંગ પોઈન્ટ) બીજા સ્થાને યથાવત છે.

બોલરોની રેન્કિંગમાં જોશ હેઝલવુડ ટોપ પરઃબોલરોમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ 652 રેટિંગ પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. તે ભારતનો સર્વશ્રેષ્ઠ રેન્કિંગ બોલર છે. તેના પછી કુલદીપ યાદવ 12મા અને જસપ્રીત બુમરાહ 35મા ક્રમે છે. બોલરોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ટોપ પર છે. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી એશિયા કપમાં પાકિસ્તાનની પ્રથમ 2 મેચમાં 6 વિકેટ લેવાના કારણે આ યાદીમાં ચાર સ્થાન આગળ વધીને 5મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ

  1. Australia World Cup Squad Announced: વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડી માર્નસ લાબુશેનની બાદબાકી
  2. Asia Cup 2023 Super 4: ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર, ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે
  3. Jasprit Bumrah: ક્રિકેટર જસપ્રીત બુમરાહ બન્યો પિતા, પુત્રનું નામ રામાયણના આ પાત્રથી પ્રેરિત

ABOUT THE AUTHOR

...view details