નવી દિલ્હી:ભારત 2025માં મહિલા 50-ઓવરના વર્લ્ડ કપની યજમાની (Women World Cup in India) કરશે કારણ કે, BCCIએ મંગળવારે બર્મિંગહામમાં પૂર્ણ થયેલી ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન મેગા-ટૂર્નામેન્ટ માટે બિડ જીતી લીધી (India to host World Cup) હતી. દેશ એક દાયકા કરતાં વધુ સમય પછી ફરીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની આ મહત્વાકાંક્ષી ટુર્નામેન્ટનું આયોજન કરશે.
આ પણ વાંચો:A.R. રહેમાન ચેસ ઓલિમ્પિયાડમાં કરશે પરફોર્મ
2013માં મહિલા વર્લ્ડ કપ યોજાયો હતો: માંછેલ્લી વખત 2013માં ભારતમાં મહિલા 50 ઓવરનો વર્લ્ડ કપ યોજાયો (India women cricket team) હતો. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 114 રને હરાવીને ચેમ્પિયન બની હતી. ત્રણ અન્ય ICC મહિલા ટૂર્નામેન્ટના યજમાનોની (Womens ODI World Cup) પણ આજે જાહેરાત કરવામાં આવી હતી. 2024નો ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાશે. 2026નો ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાશે.
આ પણ વાંચો:Commonwealth Games 2022 : ભારતને લાગ્યો આંચકો, નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની યજમાની: શ્રીલંકા 2027 T20 વર્લ્ડ કપની યજમાની (Womens ODI World Cup 2025) કરશે. ICCની એક રીલીઝ મુજબ, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું, "અમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની યજમાની કરવા આતુર હતા અને અમને ખુશી છે કે અમને તેની યજમાની મળી છે."