નવી દિલ્હીતારીખ 13 જાન્યુઆરીથી હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની (Hockey World Cup 2023) 15મી આવૃત્તિની યજમાની માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભુવનેશ્વરમાં રમાશે. ભારતીય હોકી ટીમ તેની પ્રથમ મેચ રાઉરકેલામાં સ્પેન સામે રમશે. ટીમ ઈન્ડિયાએ 1975માં હોકી વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ભારતીય ચાહકો (Indian Hockey Team New Jersey) ટીમ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આજે યોજાનાર વર્લ્ડ કપ પહેલા ભારતીય હોકી ટીમને નવી જર્સી મળી છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકો પણ નવી જર્સીને પસંદ કરી રહ્યા છે. જોકે મેચ કોઇ પણ હોય ભારતની ટીમને લઇને ભારતીયનો ઉત્સાહ અનોખો હોય છે.
આ પણ વાંચો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ જુદી જુદી ભાષામાં કોમેન્ટ્રી, સંસ્કૃત ફર્સ્ટ
કુલ ચાર મેચ રમાશેહોકી વર્લ્ડ કપમાં પ્રથમ દિવસે કુલ ચાર મેચ રમાશે. ભારતીય હોકી ટીમના ખેલાડી મનપ્રીત સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટીમને મળેલી નવી જર્સીનો ફોટો શેર કર્યો છે. તેની આ પોસ્ટ પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. મનપ્રીત સિંહની પોસ્ટમાં બે તસવીરો દેખાઈ રહી છે. એક ફોટોમાં મનપ્રીત હાર્દિક રાજ સાથે જોવા મળે છે અને બીજા ફોટોમાં આખી ઈન્ડિયા હોકી ટીમ એકસાથે બેઠેલી જોવા મળે છે. ભારતીય ટીમ હોકી વર્લ્ડ 2023માં પૂલ ડીમાં છે અને તેની પ્રથમ મેચ સ્પેન સામે થશે.