ગુજરાત

gujarat

ETV Bharat / sports

હાર્દિકની બોલિંગમાં નિષ્ફળતા થી મુંબઈ ઇન્ડિયન્સ અને ભારત માટે મોટો ફટકો છે: સુનીલ ગાવસ્કર

ભારતીય પસંદગીકારોએ હાર્દિકને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ બરોડાના આ ઓલરાઉન્ડર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી રહ્યો નથી. હાર્દિકે બે વર્ષ પહેલા યુકેમાં પીઠની સર્જરી કરાવી હતી, ત્યારબાદ તેણે બહુ ઓછી બોલિંગ કરી છે.

હાર્દિકની બોલિંગમાં નિષ્ફળતા થી મુંબઈ ઇન્ડિયન્સ અને ભારત માટે મોટો ફટકો છે: સુનીલ ગાવસ્કર
હાર્દિકની બોલિંગમાં નિષ્ફળતા થી મુંબઈ ઇન્ડિયન્સ અને ભારત માટે મોટો ફટકો છે: સુનીલ ગાવસ્કર

By

Published : Oct 5, 2021, 8:37 PM IST

  • હાર્દિક પંડ્યાની બોલિંગ કરવામાં નિષ્ફળતાથી ટીમને ફટકોઃ ગાવસ્કર
  • હાર્દિકે બે વર્ષ પહેલા યુકેમાં પીઠની સર્જરી કરાવી હતી
  • સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન IPLમાં નબળુ પ્રદર્શન

ન્યૂઝ ડેસ્ક: ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કરને લાગે છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બોલિંગ કરવામાં નિષ્ફળતા માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં પણ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય ટીમને પણ મોટો ફટકો છે.

હાર્દિકને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો

ભારતીય પસંદગીકારોએ હાર્દિકને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ બરોડા ઓલરાઉન્ડર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી રહ્યો નથી. હાર્દિકે બે વર્ષ પહેલા યુકેમાં પીઠની સર્જરી કરાવી હતી, ત્યારબાદ તેણે બહુ ઓછી બોલિંગ કરે છે.

હાર્દિક પંડ્યા બોલિંગ નથી કરી રહ્યો તે એક મોટો ફટકો

ગાવસ્કરે કહ્યું કે, "હાર્દિક પંડ્યા બોલિંગ નથી કરી રહ્યો તે એક મોટો ફટકો છે, માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં પણ ભારત માટે પણ કારણ કે તેને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અને જો તમે ટીમમાં છો, 6 અથવા 7 નંબર પર બેટિંગ કરી રહ્યા છો અને તમે બોલિંગ નથી કરી રહ્યા, તો કેપ્ટન માટે વસ્તુઓ મુશ્કેલ બની જાય છે.

ઓલરાઉન્ડર તરીકે 6 અથવા 7 નંબર પર બેટિંગ કરવા માટે જરૂરી

ગાવસ્કરે કહ્યું હતું કે, "તેને ઓલરાઉન્ડર તરીકે 6 અથવા 7 નંબર પર બેટિંગ કરવા માટે જરૂરી છે, અને વિકલ્પો મળતા નથી."

ઈશાન કિશન IPLમાં થોડા નબળા રહ્યા છે.

ગાવસ્કરે જણાવ્યું હતું કે, ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન IPLમાં થોડા નબળા રહ્યા છે.

યુએઈ લેગમાં ખૂબ ખરાબ ફોર્મ

સૂર્યકુમાર અને ઈશાન આ આકર્ષક T20 લીગના યુએઈ લેગમાં ખૂબ જ ખરાબ ફોર્મ સામે લડી રહ્યા છે.

સૂર્યકુમાર હાલમાં IPL સિઝનમાં 12 મેચમાં 18.50 ની સરેરાશથી માત્ર 222 રન જ બનાવી શક્યો છે, અને 56 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન થોડી ઢીલાસ

ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ શો 'ક્રિકેટ કનેક્ટેડ'ને કહ્યું, "મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ભારતીય ટીમ માટે રમ્યા બાદ થોડી ઢીલાસ લઈ રહ્યા છે. એવું ન પણ હોય પરંતુ તેણે કેટલાક એવા શોટ રમ્યા જે જોઈને લાગતું હતું, કે તે આ મોટા શોટ રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે તે એક ભારતીય ખેલાડી છે.

સૂર્યકુમારે શ્રીલંકા સામે તેની પ્રથમ એક દિવસની વનડે રમી

સૂર્યકુમારે આ વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ સામે T20 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે જુલાઈમાં કોલંબોમાં શ્રીલંકા સામે તેની પ્રથમ એક દિવસની વનડે રમી હતી.આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર ઈશાન હાલની સિઝનની IPL મેચમાં માત્ર 107 રન જ બનાવી શક્યો છે.ગાવસ્કરે કહ્યું કે શોટની પસંદગી યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃAdil Hussain Birthday: આદિલ હુસેને લંડનમાં અભિનય શીખ્યો, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરતા

આ પણ વાંચોઃIPL 2021: CSK એ 6 વિકેટે સિક્સ મારીને SRH ને હરાવ્યું

ABOUT THE AUTHOR

...view details